અમદાવાદ, તા.૩૦
દેશમાં લગ્નસરાની મોસમને પગલે સ્ટોકિસ્ટો અને જ્વેલર્સની ખરીદી નિકળતાં સોનામાં લાલચોળ તેજીનો દોર જોવા મળી રહ્યો છે. નવી દિલ્હીમાં સોનું અગાઉનો રેકોર્ડ તોડીને રૂ. ૨૯,૫૯૦ની ઐતિહાસિક ટોચે જોવા મળ્યું હતું. સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે સ્પેનનું રેટિંગ ઘટાડાતા તેમજ અમેરિકાના અર્થતંત્રને વેગ આપવા માટે ત્રીજા રાહત પેકેજની ફાળવણીનો સંકેત ફેડરલ રીઝર્વે બેઠકમાં આપતાં ફંડોનું સોનામાં રોકાણ ઝડપથી વધ્યું હતું.
અમદાવાદમાં સોનું રૂ. ૨૯,૫૭૫ની વિક્રમી સપાટીએ પહોંચ્યું
યુરોઝોન ઉપરાંત વૈશ્વિક અર્થતંત્રો ડામાડોળ બનતાં સલામત રોકાણ ગણાતા સોનામાં રોકાણની માગ વધી છે. અમદાવાદ સોના ચાંદી બજારમાં સોનું રૃ. ૨૯,૫૭૫ની વિક્રમી સપાટીને આંબી ગયું હતું. અક્ષય તૃતિયા બાદ સોનાની કિંમતમાં એકધારો સુધારો જોવા મળ્યો છે.
ઝવેરીઓએ બજેટ બાદ એક સીઝન ગુમાવી દેતાં હવે જ્વેલેરીની માગમાં વધારો થવાની અપેક્ષાએ િંકંમતી ધાતુમાં ખરીદી હાથધરી છે. ડોલરમાં મજબૂતીને પગલે