નવી દિલ્હી, તા. ૩૦
નૌ સેના અને એરફોર્સને સર્મિપત રિયલ ટાઇમ ડેટા ઉપલબ્ધ કરાવનારા સંચાર ઉપગ્રહોને આવતાં બે વર્ષમાં લોન્ચ કરવામાં આવશે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં સંરક્ષણમંત્રી એન્ટોનીએ જણાવ્યું હતું કે નેવીને સર્મિપત કરાયેલા ઉપગ્રહને ૨૦૧૨-૨૦૧૩માં લોન્ચ કરાશે તેમજ એરફોર્સને સર્મિપત કરાયેલા ઉપગ્રહને ૨૦૧૩-૨૦૧૪માં લોન્ચ કરાશે. એન્ટોનીએ જણાવ્યું હતું કે ટ્રાઇ ર્સિવસ ડિફેન્સ કોમ્યુનિકેશન નેટવર્કની ખરીદી માટેની પ્રકિયા કરવામાં આવી છે. આ સિસ્ટમ દ્વારા જુદીજુદી સાઇટ્સ પરથી રિયલ ટાઇમ નેટવર્ક ઓપરેટ કરી શકાશે. પિનાકા મલ્ટિબેરેલ રોકેટ લોન્ચર વિશે પૂછવામાં આવેલા પ્રશ્ન અંગે એન્ટોનીએ કહ્યું હતું કે ૨૮-૨૯ માર્ચના રોજ તેનું ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યું છે. ડીઆરડીઓ દ્વારા પિનાકા ને ડેવલપ કરાયું છે.