Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 04:43:29 PM IST
 

બાબા, જિંદગી મેં મુઝે એકબાર PM બનના હૈ (ચીની કમ)

May 01, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 7048
Rate: 4.1
Rating:
Bookmark The Article

નિર્મલ બાબાના દરબારમાં દેશના મોટા-મોટા નેતાઓએ શું માગ્યું ?

વિશાળ એરકંડિશન્ડ હોલ માનવમેદનીથી ચિક્કાર ભરાયેલો છે. આગળની હરોળમાં દેશની ખ્યાતનામ હસ્તીઓ બેઠેલી છે. લોકોના દુઃખો દૂર કરવા ગુપ્ત શક્તિઓ ધરાવતા નિર્મલ બાબા ભવ્ય ખુરશીમાં બેઠેલા છે. એક પછી એક મહાનુભાવો ઊભા થઇ તેમની સમસ્યાઓ રજૂ કરે છે. સહુથી પહેલાં વડાપ્રધાન ડો. મનમોહનસિંહ હાથમાં બે માઇક્રોફોન પકડી શરૂ કરે છે : "બાબા, મેં ઇસ દેશકા પી.એમ. હું. વિપક્ષવાલે મુઝે નાકામયાબ પી.એમ. કહેતે હૈ. કુછ ઉપાય બતાઇયે."

નિર્મલ બાબા કહે છે : "આજ સુબહ આપને ક્યા નાસ્તા કિયા થા ?"

"આલુ પરાઠા ઔર દહીં."

"કલ સે ઇટાલિયન પિઝા ખાઇયે. બાદ મેં ૧૦, જનપથ જાઇયે ઔર ઇસ્તિફા દે દીજીયે. સબ ઠીક હો જાયેગા."

"વહ કૈસે, બાબા ?"

"આપ પી.એમ. હી નહીં રહેંગે તો નાકામયાબ કોન કહેગા ?"

થોડી વાર પછી બીજા મહાનુભાવ ઊભા થાય છે તેઓ કહે છે : "બાબા, મેરા નામ શરદ પવાર હૈ, બહોત સાલોસે મેં પી.એમ. બનને કી કોશિશ કર રહા હું. અબ તક બાત બની નહીં."

નિર્મલ બાબા પૂછે છે : "ચાય પીતે હો ?"

"જી"

"સુગર કિતની ડાલતે હો ?"

"દો ચમ્મચ"

"બસ સુગર હી આપ કા પ્રોબ્લેમ હૈં. સુગર લોબીસે મુફત મેં સુગર ખાના બંધ કર દિજીયે ઔર આપકે પાસ જો 'સુગર' હૈ ઉસમેં સે ટેન પરસન્ટ હમારે એકાઉન્ટ મેં જમા કરવા દિજીયે. આપ કા કામ હો જાયગા."

એ પછી પ્રણવ મુખરજી ઊભા થાય છે. પ્રણવ મુખરજી કહે છે : "બાબા, મૈં ચિદમ્બરમ્ સે પરેશાન હું. મેરી ઓફિસ મેં જાસૂસી હોતી હૈં.''

નિર્મલ બાબા કહે છે : "ચિદમ્બરમ કા મમતા દીદી સે ઝગડા કરવા દિજીયે. આપ કા કામ હો જાયેગા."

"વહ કૈસે ?"

"આજકલ દેશ પી.એમ. નહીં લેકીન મમતા ચલા રહી હૈ. વો ડીમાન્ડ કરેગી તો ચિદમ્બરમ ભી ઘર બેઠ જાયેગા."

એ પછી એક સન્નારી ઊભા થાય છે : "બાબા, મેરા બેટા બહોત ગુસ્સે વાલા હૈં, લેકચર દેતે દેતે કાગજ ફાડ દેતા હૈ. કુછ ઉપાય બતાઇયે."

"આપ કે બેટે કી શાદી કર દો. સબ ઠીક હો જાયગા. શાદી કે બાદ ગુસ્સા શાંત હો જાતા હૈં."

"ઔર કાગઝ ફાડ દેતા હૈં ઉસકા ક્યા ?"

"બેટે કી જો કોર ગ્રૂપ હૈ ઉસમેં સે દિગ્વિજયસિંહ, જયસ્વાલ, સલમાન ખુરશીદ કે પત્તે ફાડ કે ફેંક દો, સબ ઠીક હો જાયેગા."

ત્યારબાદ ધોતિયાવાળા એક વૃદ્ધ રાજનેતા ઊભા થાય છે. તે શરૂ કરે છે : "બાબા, મુઝે એક બાર પી.એમ. બનના હૈ. મૈં પાકિસ્તાન જા કર ઝીન્ના કી કબર પર મથ્થા ટેક કર આયા, મૈંને પી.એમ. બનને કે લીયે ઇસ ઉંમર મેં ભી જનચેતનાયાત્રા નીકાલી. ફીર ભી કુછ બાત બનતી નહીં હૈ."

"આપ કિસી તાંત્રિક, બાબા યા બાપુ કો જાનતે હો ?"

"જી... બહોત કો જાનતા હું. ઉન્હોને શાયદ કુછ કિયા ભી હૈં મેરે લિયે."

"યહી ગલત કામ કર દિયા. વાડજ-રાણીપ મેં જા કર છોટે છોટે બચ્ચોમેં રસગુલ્લે બાંટ દિજીયે. પછતાવા કિજીયે.

શાયદ કુછ ફાયદા હોગા."

એ પછી એક વજનદાર વ્યક્તિ માંડ માંડ ઊભી થાય છે. એ શરૂ કરે છે : "બાબા મેરા નામ નીતિન ગડકરી હૈં" મુઝે ફિર સે બીજેપી કા પ્રેસિડેન્ટ બનના હૈ."

"આજ સુબહ મેં ક્યા નાસ્તા કિયા થા."

"દો મસાલા ઢોંસા, દો દહીંવડા, દો ઉપમા, ચાર બ્રેડબટર, દો આમલેટ, દો પીઝા, તીન સલાડ, ચાર ફ્રૂટ ડીશ, ચાર ડીશ પનીર પકોડે, ચાર ગ્લાસ દૂધ, છ ગ્લાસ ઓરેન્જ જ્યુસ ઔર સિર્ફ એક ચાય."

"અબ છ દિન ઉપવાસ કીજીયે. મોદીજી સે સમાધાન કર લિજીયે. બાદ મેંે નાગપુર જાઇયે ઔર મોહન ભાગવત કે પૈર પકડ લિજીયે, આપ કા કામ હો જાયેગા."

એ પછી સૌમ્ય લાગતા એક મહિલા ઊભા થાય છે : "બાબા, મેરા નામ સુષ્મા સ્વરાજ હૈં. મૈં હંમેશા અચ્છી ભાષા બોલતી હું. અચ્છે કપડે પહનતી હું. ક્યા મૈં પી.એમ. બન સકતી હું ?"

"હા... ગુપ્ત શક્તિયાં આપ કો મદદ કર સકતી હૈં, લેકિન આપને એક ગલતી કર દી."

"કયા બાબા ?"

"આપ સાડી કે ઉપર જો કોટી પહનતી હૈં વહ આપ કી પર્સનાલિટી બિગાડ દેતી હૈ. કોટી હટા દિજીયે. સબ ઠીક હો જાયગા."

એ પછી સફેદ આર્િટક્યુલેટ દાઢી ધરાવતી એક પ્રભાવશાળી વ્યક્તિ ઊભી થાય છે : "બાબા, આપને મુઝે ક્યું નિમંત્રિત કિયા ?"

"આપ કા નામ ?"

"મૈં નરેન્દ્ર મોદી હું."

"આપ કી ક્યા સમસ્યા હૈં ?"

"મેરી કોઇ સમસ્યા હૈં હી નહીં. મેરી વજહ સે દૂસરો કો સમસ્યાયેં હોતી હૈં."

"વહ કૌન હૈં ?"

"ગડકરી હૈં, અડવાણીજી હૈં. સુષ્માજી હૈં, મુરલી મનોહર જોષીજી હૈં, કેશુભાઇ હૈ, ડો. એ.કે.પટેલ હૈં, કાશીરામજી હૈં, ઝડફિયા હૈં, સુરેશ મહેતા હૈ, સંજય જોષી હૈં. યે લોગ સમજતે હૈં કિ વહ મેરી વજહ સે પરેશાન હૈ. મૈં અચ્છા લેકચર દેતા હું તો ભી ડરતે હૈં. મૈં વાઇબ્રન્ટ ગુજરાત કરતા હું ફિર ભી ડરતે હૈં. ટાઈમ મેગેઝીન મેં મેરી તસ્વીર છપતી હૈં તો ભી ડરતે હૈં. મેં સદ્ભાવના ઉપવાસ કરતા હું ફિર ભી વહ ડરતે હૈં, ઉપવાસ કોઇ ડરને કી બાત હૈં ?"

"આપ કો કોઇ સમસ્યા નહીં હૈં તો આપ યહાં કૈસે આયે ?"

"મુઝે તો આપકે દરબાર કા અધ્યક્ષ બનને કે લિયે આપ કે આયોજકોને બુલાયા હૈં. આજકલ પાટીદાર ઔર બ્રાહ્મીન ભી મુઝે બુલાતે હૈં, ચલો, ઠીક હૈં મેં આ હી ગયા હું તો એક સવાલ પૂછતા હું. ક્યા ગુજરાત દેશકી સેવા કર સકેગા ?"

"ક્યા આપ કો પી.એમ. બનના હૈં ?"

"વૈસા મૈંને કભી નહીં કહા. અગર દેશ કા મીડિયા ઔર ટાઇમ મેગેઝિન ભી ચાહતા હૈ કિ મૈં પી.એમ. બનું તો

મૈં ક્યા કરું ?" ઇસલિયે મૈં પુછ રહા હું કિ ક્યા ગુજરાત દેશ કી સેવા કર પાયેગા ?"

"આપ કે પાસ કિતને કુર્તે પજામે હૈં ?"

"હોંગે તીન સો ચારસો."

"ઐસા કરો. રોજ દો કુર્તે ગરીબો મેં બાટ દિજીયે. આપ કો પી.એમ. બનને મેં કોઈ રોક નહીં સકતા. આપ પી.એમ. બનને કે લિયે હી પૈદા હુએ હૈં."

એ પછી ગુજરાતના એક પ્રધાન ઊભા થાય છે : "બાબા, મેરા નામ વજુભાઇ વાળા હૈં."

"આપ કી ક્યા સમસ્યા હૈં."

"નરેન્દ્રભાઇ સીએમ હૈં તબ તક હમકો કોઇ સમસ્યા નહીં હૈ. હમ તો આપકી સમસ્યા દૂર કરને આયે હૈં."
"વહ કૈસે ?"

"હમારે પાસ માહિતી હૈં કિ આપને કરોડો કમા લિયે હૈં. ઇન્કમટેક્ષ આપ કે પીછે પડ ગયા હૈ. ઝારખંડ મેં આપ કે પાસ જમીન બહોત હૈં. ઉસમેં સે કુછ બેચકર બહાર નીકલ જાના હૈં તો બોલો ?"

"નહીં નહીં. આપ ગલત બાત કર રહે હો. હમારે પાસ કુછ નહીં હૈં. જો ભી પ્રોપર્ટી હૈં વહ નિર્મલ દરબાર કી હૈં. ઉસ પૈસે મેં સે હમ ગુપ્ત શક્તિયોં કા મંદિર બનવાયેંગે" આપ બૈઠ જાઇયે."

"બાબા, બૈઠને સે પહેલે એક છોટી સી સમસ્યા બતા દેતા હું. મેરે જૈસે બહોત મંત્રીઓ કો યે ડર હૈ કિ, અગલે ચુનાવમેં મોદીજી હમકો ટિકિટ દેંગે યા નહીં ?"

બાબા કહે છે : "આપ રાજકોટ જા કર ગરીબોં કો ગોલ ગપ્પે ખીલા દિજીયે. આપ કા કામ હો જાયેગા."

એ પછી એક મહિલા ગંભીર મુખમુદ્રા સાથે ઊભાં થાય છે તેઓ શરૂ કરે છે : "બાબા, ક્યા મૈં ગુજરાત કી સીએમ બન શકુંગી ?"

"આપને લાસ્ટ મેં કિસીકો ભી સ્માઇલ કબ દિયા થા ?"

"યાદ નહીં."

"ઐસા કિજીયે. આજ સે રોજ દો એમએલએ કો સ્માઇલ દેને કા નિયમ બનાઇયે. આપ કા કામ બન જાયેગા."

એ પછી બીજા એક મંત્રી ઊભા થાય છે : તેઓ બોલે છે : "મેરા નામ સૌરભ પટેલ હૈ; મૈં ગુજરાત કા ઊર્જા મંત્રી હું."

"ઊર્જા તો હમ લોગોં કો દેતે હૈ. બોલિયે આપકી ક્યા સમસ્યા હૈં ?"

"મોદીજી હૈ તબ તક હમારી કોઇ સમસ્યા હૈ હી નહીં. આપ કો ગુજરાતમેં કોઇ પાવર સ્ટેશન લગાના હૈ તો બોલો. હમ આપ કી બીજલી કિસીભી કિંમત મેં ખરીદ લેંગે ઔર ગુજરાત કે લોંગો કે બડા બીલ ભેજતે રહેગેં.'

"નહીં નહીં, હમ કોઇ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ નહીં હૈં. આપ કી કોઈ સમસ્યા હૈ તો બતાઇયે."

"સમસ્યા તો કોઇ હૈં નહીં, લેકિન ક્યા મૈં અગલા ચુનાવ જીત પાઉંગા ?"

"આપ અપના મતક્ષેત્ર બદલ લિજીયે ઔર હમારે એકાઉન્ટ મેં કુછ ડાલ દે. આપ જરૂર જીત જાયેંગે. આપ કા કામ હો જાયગા. આપ અચ્છે આદમી હૈં. હમારા આશીર્વાદ હૈં."

છેલ્લે એક લઘરવઘર અને ભૂખ્યો લાગતો ગરીબ માણસ ઉભો થાય છે તે બોલે છે : "બાબા મેં બહોત ગરીબ હું.

ચાર દિન સે કુછ નહીં ખાયા. આજ શામ કા ખાના મુઝે મીલ જાયગા ?"

"તુમને રસ ગુલ્લે કભી ખાયે ?"

"ના. બાબા."

"ઐસા કરો. આજ એક ડઝન રસગુલ્લે ખરીદ કર લોગોં કો બાટ દો. હમારી ગુપ્ત શક્તિયોં કી કિરપા સે શામ કો તુમ્હે રોટી કા એક ટુકડા મિલ જાયેગા."

"બાબા, હમ ગરીબ હૈં. હમારી મજાક મત કરો. હમારી પાસ રસગુલ્લે લાને કે પૈસે હોતે તો ભીખ નહીં માંગતે. ગરીબી દૂર કરને કા કુછ ઉપાય બતાવો."

"બડા સિમ્પલ હૈં. તુમ લોગ મેરી તરહ બાબા, બાપુ યા સ્વામી બન જાવ. આપ મેં લોગોં કા દુઃખ દૂર કરને કી ગુપ્ત શક્તિયાં હૈં એંસી બાતેે ચલાવો. લોગોં કે દુઃખ દૂર હો યા ના હોઆપ કા દુઃખ દૂર હો જાયગા." "બાબા, યે તો ચીટીંગ હૈ."

"બેટા, આજકલ હમ જૈસે ચીટરો કા તો જમાના હૈ. હમ લોગોં કો બેવકૂફ બનાતે હૈં, ફિરભી કિતને સારે લોગ હમારે પૈર છૂતે હૈ ? દુનિયા ઝૂકતી હૈ, ઝૂકાનેવાલા ચાહીએ."

દરબાર પૂરો થાય છે. લોકો નિર્મલ બાબાને પગે લાગે છે. નિર્મલ બાબા ખાનગીમાં નરેન્દ્ર મોદીને પગે લાગતા જણાય છે. ગડકરી મોદી સાથે વાત કરવાનું ટાળી રવાના થઇ જાય છે. પાછળ બેઠેલા એક ધારાસભ્ય બીતાં બીતાં બેનને પ્રણામ કરે છે. બહેને ધારાસભ્યને સ્મિત આપ્યું કે ગુસ્સો કર્યો તે સમજી શકાતું નથી.

(એપિસોડ કાલ્પનિક છે)

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com