Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 04:39:05 AM IST
 

અફઘાનિસ્તાનમાં 16 તાલીબાનીઓનું આત્મસમર્પણ

May 01, 2012 World
 
Tags:   Afghanistan 16 Taliban Militants Surrender comment     E-Mail     Print    
 
Viewed: 920
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

કાબુલ, 1 મે
 
અફઘાનિસ્તાનના  એક સરકારી અધિકારીએ જણાવ્યું કે તાલિબાનના 16 આતંકવાદીઓએ અફઘાન સરકાર સમક્ષ આત્મસમર્પણ કરી શાંતિ પ્રક્રિયામાં જોડાઈ ગયા છે.

પ્રાંતીય સરકારના એક પ્રવક્તા અનુસાર કાબુલથી 180 કિમી દૂર નૂરિસ્તાન પ્રાંતમાં આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યુ છે.

સમાચાર એજન્સી અનુસાર મોહમ્મદ જરિને સોમવારે કહ્યું કે નૂરિસ્તાન પ્રાંતમાં રવિવારે કારી અબ્દુલ માતિન (એક મુખ્ય તાલિબાની સૂત્રધાર)ની સાથે 16 તાલિબાની આતંકવાદીઓએ પોતાના હથિયાર  સોંપી દીધા અને શાંતિ પ્રક્રિયામાં જોડાઈ ગયા.

સરકારી સૂત્રો અનુસાર માતિનના આત્મસમર્પણ તેમજ તેનું શાંતિ પ્રક્રિયામાં જોડાવાથી નૂરિસ્તાન પ્રાંતમાં સુરક્ષાની સ્થિતિમાં સુધાર થશે. આ પ્રાંતમાં તાલિબાની આતંકવાદી ખૂબ જ સક્રિય છે. તાલિબાનની તરફથી તેના પર અત્યાર સુધી કોઈ ટિપ્પણી આપવામાં આવી નથી.

સરકારી અધિકારીઓ અનુસાર ગત વર્ષે 3,500થી વધુ તાલિબાની આતંકવાદી હથિયાર ત્યજી સરકાર સમર્થિત રાષ્ટ્રીય સુલહ તેમજ શાંતિ પ્રક્રિયામાં જોડાયા છે.



 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com