સ્ટોકહોમ, તા. 01
ઉંમર ભલે વધતી ન રોકી શકાય, પરંતુ મસ્તિષ્કને યુવાન રાખવાની યુક્તિ વૈજ્ઞાનિકોએ શોધી કાઢી છે. એક નવા અભ્યાસ અનુસાર, માનસિક અને શારીરિક રૂપથી સક્રિય રહીને મગજને યુવાન રાખી શકાય છે. અભ્યાસ પ્રમાણે માનસિક અને શારીરિક રૂપથી સક્રિય રહીને મસ્તિષ્કને યુવાન રાખી શકાય છે.
આ અંગેનો અભ્યાસ હાથ ધરનાર સ્વીડન યુમિયા યુનિવર્સિચીના લાર્સ નાબર્ગે જણાવ્યું કે ઉંમર વધવાની સાથે મેમરી થોડી નબળી પડી જાય છે, પરંતુ ઘણાં વૃદ્ધો સારું કામ કરી શકવામાં સક્ષમ હોય છે અને આવા યુવાન મસ્તિષ્કના કારણે થાય છે.
નાબર્ગે જણાવ્યું કે શિક્ષા તમારા મસ્તિષ્કને નથી બચાવી શકતી. પીએચડીથી લઈને હાઈસ્કૂલ છોડનાર બંનેમાં ઉંમર વધવાથી સ્મૃતિમાં ક્યારેયક ઘટાડો જણાયો છે. યુનિવર્સિટીના નિવેદન અનુસાર, કોઈ ચીજમાં લાગ્યા રહેવું એ સફળતાનું રહસ્ય છે. આવામાં તમામ લોકો જે વિશ્વસનીય રીતે સામાજિક, માનસિક અને શારીરિક રૂપથી મજબૂત રહે છે, તે તમામ પોતાની ઉંમરના હિસાબથી મસ્તિષ્કતી ઉત્તમ કામ કરે છે. નાબર્ગે જણાવ્યું કે આ વાતનો પૂરતો પુરાવો છે કે શારીરિક અને માનસિક રૂપથી સક્રિય રહેવા મસ્તિષ્કની દેખરેથની રીત છે.