વોશિંગ્ટન, 1 મે
અલ કાયદાના સેંકડો ગુપ્ત દસ્તાવેજો એક પોર્ન ફિલ્મમાં જોવા મળ્યા છે. આ દસ્તાવેજોથી યુરોપમાં મુંબઈ જેવા હુમલા કરવાના ષડયંત્રનો ખુલાસો થયો છે. આ ફિલ્મ એક મેમરી ડિસ્ક પર હતી.
ગુપ્ત સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આ દસ્તાવેજોમાં જર્મન, અંગ્રેજી અને અરબી ભાષામાં પીડીએફ ફોરમેટમાં આતંકવાદી ટ્રેનીંગ પ્રોગામ છે.
એક ખાનગી ચેનલે કહ્યું કે એક જર્મન સમાચારપત્રએ સૌથી પહેલા આ દસ્તાવેજો મળવા અંગે રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. આ દસ્તાવેજો જર્મન કૂટલિપિ નિષ્ણાંતોને બર્લિનમાં ગત વર્ષ પકડવામાં આવેલ એક શંકાસ્પદ અલકાયદા આતંકવાદી પાસેથી મળી આવેલ મેમરી ડિસ્કની અંદર જોઈ.
22 વર્ષના ઓસ્ટ્રેલિયન મકસૂદ લોદિનની પૂછપરછ કરી રહેલ તપાસ અધિકારીઓ તેના આંતરિક વસ્ત્રમાં છુપાયેલા એક ડિઝિટલ સ્ટોરેજ ડિવાઈઝ અને કાર્ડસ જોઈ દંગ રહી ગયા હતા. લોદિન તાજેતરમાં જ બુડાપેસ્ટ, હંગેરી થઈ પાકિસ્તાન પરત ફર્યો હતો અને ત્યાર પછી જર્મની પહોંચ્યો હતો.
આ ઉપરકરણોમાં એક પોર્ન વીડિયો હતો, જેનું નામ કિક એસ હતુ અને એક ફાઈલ હતી, જેનું નામ સેક્સ તંજા હતુ. ઘણા અઠવાડિયા પછી જર્મન તપાસકર્તાઓએ વાસ્તવિક વિડિયોની અંદર કૂટભાષામાં રહેલ ગોપનીય માહિતીનો ખજાનો શોધી કાઢયો, જેમાં અલકાયદાના 100થી વધુ દસ્તાવેજો હતા.
ખાનગી ચેનલે કહ્યું કે ફ્યૂચર વર્ક્સ શીર્ષક વાળો એક દસ્તાવેજ લાગે છે કે હુમલાના નવા લક્ષ્યો અને પદ્ધતિની તલાશ પર થયેલ ચર્ચાઓ સાથે સંબંધીત છે. જર્મન તપાસકર્તાઓનું માનવું છે કે આ દસ્તાવેજ 2009માં તૈયાર કરવામાં આવ્યો હતો.
દસ્તાવેજ તૈયાર કર્યાના એક વર્ષ પછી યુરોપીય ગુપ્તચર એજન્સીએ મુંબઈ હુમલા જેવા એક હુમલાના ષડયંત્રની તપાસ માટે હવાતીયા મારી રહી હતી, જેમાં જર્મન અને અન્ય યુરોપીય આતંકવાદીઓના સંકળાયેલા હોવોની આશંકા હતી. આ ષડયંત્રના કારણે અમેરિકન વિદેશ વિભાગે યુરોપમાં વસતા અમેરિકનો માટે ઘણી ગાઈડલાન્સ જારી કરવામાં આવી હતી જે તેમણે મુસાફરી દરમ્યાન ધ્યાનમાં રાખવાની હતી.
આ દસ્તાવેજો પર પહેલી રિપોર્ટ જારી કરનાર પત્રકારના હવાલાથી કહેવામાં આવ્યું છે કે હું માનું છું કે આ વિચારવું યોગ્ય છે કે ફ્યૂચર વર્ક્સ દસ્તાવેજ તે યોજનાનો ભાગ છે. પત્રકારે ખાનગી ચેનલને કહ્યું કે દસ્તાવેજોથી તે સ્પષ્ટ થાય છે કે અલ કાયદા એ જાણતો હતો કે તેના પર દેખરેખ રાખવામાં આવી રહી છે.