|
|
તેલુગુ સ્ટાર રાણા બોલિવૂડમા નિર્માતા બનશે
|
|
May 01, 2012
|
Entertainment >
Bollywood News
|
|
|
|
|
|
|
મુંબઈ 1,મે
ફિલ્મ 'દમ મારો દમ' થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર તેલુગુ અભિનેતા રાણા દગ્ગુબતી ફરીથી નિર્માતા બનવા જઈ રહ્યાં છે. રોહન સિપ્પી સાથેની ફિલ્મ 'દમ મારો દમ' માં અભિષેક બચ્ચન અને દિપીકા પાદુકોણે લીડ રોલ કર્યો હતો.
રાણા દગ્ગુબતી હવે મનોરંજક ફિલ્મ બનાવવાની તૈયારીમાં છે. જો કે આ ફિલ્મનું કામ આ વર્ષનાં અંતમાં શરૂ થશે. જો કે રાણાએ સ્પષ્ટતા કરી છે કે તેને કોઈપણ ફિલ્મની રિમીક બનાવવાનો કોઈ ઈરાદો નથી. જો કે રાણાને એકશન ફિલ્મોમાં વધુ રસ છે.
છેલ્લાં થોડા સમયથી રાણા ઘણી ચર્ચામાં રહ્યાં છે, પોતાની લગ્નની અફવાને લઈને. અભિનેત્રી બિપાશા બાસુ સાથે ડેટિંગ અને લગ્નની અફવાને લઈને ગયા સપ્તાહે રાણા ચર્ચામાં રહ્યાં હતાં. જો કે બિપાશા બાસુએ આ વાતથી સ્પષ્ટપણે ઈનકાર કર્યો હતો.
|
|
|
|
|
|
Share This
|
|
|
- More News
: Bollywood News
-
|
|
|
|
|
|
|
|
blog comments powered by
|
|
|
|
|
|
|
|