Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 03:50:14 AM IST
 

માઉન્ટ આબુ:રણમાં હિલ સ્ટેશન

May 01, 2012 Offbeat
 
Tags:   Travel Tourist Mount abu Abu road Hony moon point Vacation Religion Tour comment     E-Mail     Print    
 
Viewed: 6936
Rate: 1.0
Rating:
Bookmark The Article


પશ્ચિમ રાજસ્થાન જ્યાં રણની ખાણ છે બાકી તો રાજસ્થાન પૂર્વ અને દક્ષિણ રાજસ્થાનની છટા જુદા જ પ્રકારની છે. અહીં સુંદર ઝરણા અને પ્રકૃતિના વરદાન સમાન ભરપૂર નયન રમ્ય દ્વશ્યો છે. માઉન્ટ આબુને 'ડેઝર્ટ સ્ટેટ' કહેવાય છે. અરાવલીની ગિરિમાળાના દક્ષિણ છેડે આવેલ હિલ સ્ટેશન પોતાના હવામાન અને અન્ય સમૃદ્ધિને લીધે પર્યટકોનું પસંદનું સ્થળ બની ચૂક્યું છે. રાજસ્થાનના સિરોહી જિલ્લા મુખ્યાલયથી 85 કિલોમીટર તળાવ નગરી ઉદયપુરથી આશરે 185 કિલોમીટર
 
દર્શનીય સ્થળો-

દેલવાડાના જૈન મંદિરો-
અહીં 11થી 13મી સદીની વચ્ચે બનેલા આરસપહાણના કોતરણીવાળા જૈન મંદિર સ્થાપત્ય કળાનો ઉત્તમ નમૂનો છે. આમાં વિમલ વાસાહી અને લૂણવસહિ મંદિર સૌથી જૂના છે. આ વાસ્તુકળાનું અદભુત કામ જોવાલાયક છે. આબૂની ખાસ ખ્યાતિ તો દેલવાડાના જૈન મંદિરોના સમૂહને લીધે છે. આ સમૂહમાં પાંચ મંદિરો છે જેની પર આરસપહાણનું બારિક કોતરણીકામ જોવાલાયક છે.

ટૉડ રૉક- નખી (નકી) અથવા તો નખી તળાવથી થોડે દૂર સ્થિત ટૉડ રૉક ખડક છે. જેની આકૃતિ દેડકા જેવી છે આ સ્થળ સહેલાણીઓનું ખાસ ધ્યાન ખેંચે છે.

હનિમૂન પૉઈન્ટ- સનસેટ પૉઈન્ટથી માત્ર બે કિલોમીટરના અંતરે આવેલ નવપરિણીત યુગલો માટે અહીં હનિમૂન પૉઈન્ટ બનેલ છે, સાંજના સમયે અહીં લોકો ભેગા થતા હોય છે. હનિમૂન પૉઈન્ટ લીલાછમ મેદાન અને વિહંગમ દ્રશ્યો લોકોને મંત્રમુગ્ધ કરી દેતી હોય છે.
નકી તળાવ-
સનસેટ પૉઈન્ટ- અહીંથી સૂર્યાસ્તનું સુંદર દ્રશ્ય તમે તમારા આજીવન સ્મરણોમાં કેદ કરી શકો છો. સૂર્ય કઈ રીતે પોતાના કિરણોથી પર્વતોને સુવર્ણ મુકુટ પહેરાવે છે તે દ્રશ્ય અહીં જ જોવા મળે છે. લોકો અહીં દરરોજ આ મનોહારિ દ્રશ્યનો આનંદ લેતા હોય છે. એવું લાગે જાણે સૂરજ આકાશમાંથી નીકળીને પાંદડાઓમાં સંતાઈ રહ્યો છે.
અચલગઢ- દેલવાડાથી આશરે આઠ કિ.મી. દૂર સ્થિત આ પ્રાચીન સ્થળ છે. આબુના અધિષ્ઠાતા દેવ અચલેશ્વર મંદિર છે. આમાં શિવના પગના અંગૂઠાનું ચિન્હ છે. જેની પૂજા થાય છે મંદિરની સામે પીતલ વિશાળ નદી છે. નદીથી થોડે દૂર વિશાળ ત્રિશૂલ છે.

ગુરુ શિખર- આ અરાવલીના પર્વતની સૌથી મોટી ટોચ છે. ગુરુ શિખર સમુદ્ધ તળિયેથી આશરે 1,722 મીટર ઊંચું છે. આ શિખરથી નીચે અને આજુબાજુ નો નજારો સહેલાણીઓને અલગ જ વિશ્વમાં પહોંચાડે છેે.

નખી તળાવ-
રાજસ્થાનના માઉન્ટ આબુમાં 3937 ફૂટની ઊંચાઈ પર સ્થિત નકી તળાવ આશરે અઢી કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. જ્યાં બોટિંગનો સુંદર આનંદ ઊઠાવી શકાય છે. ખજૂરના લાઈનબંધ વૃક્ષો મનને મોહી લેતા હોય છે. આ તળાવમાં નૌકા વિહાર કરવાની વ્યવસ્થા છે. આ કારણે માઉન્ટ આબુની સુંદરતામાં ચાર ચાંદ લાગે છે.

માઉન્ટ આબુમાં રાજસ્થાનના મહામહિમ રાજ્યપાલનો ગ્રીષ્મકાલનું મુખ્યાલય પણ છે. દર વર્ષે ગરમીઓ શરૂ થાય તે સમયે બે મહિના માટે માઉન્ટ આબુ રાજ્યપાલનું કેપ બની જાય છે. રાજભવનમાં સ્થિત કલા દીર્ઘા દર્શનીય છે. આ સિવાય અહીં ઘણાં ધાર્મિક સ્થળો આવેલા છે. પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલયનું મુખ્યસ્થાન અહીં છે આ સંસ્થાના કેન્દ્રો અહીં આવેલા છે. તેમજ પીસ પાર્ક, ગ્લોબલ હોસ્પિટલ તેમજ પાંડવ ભવન જોવાલાયક છે.


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com