મુંબઇના પીઢ ઇન્વેસ્ટિગેટિવ પત્રકાર એસ. હુસૈન ઝૈદી તેમના ત્રીજા પુસ્તક ‘ડોંગરી ટુ દુબઇ’ને લઇને ફરી એકવાર ચર્ચામાં છે. અગાઉ તેઓ ‘બ્લેક ફ્રાઇડે’ અને ‘માફિયા ક્વિન્સ ઓફ મુંબઇ’ નામના પુસ્તક લખી ચૂક્યા છે. આ વખતે પણ તેમણે પોતાના પ્રિય વિષય ‘દાઉદ ઈબ્રાહીમ’ પર જ પુસ્તક લખ્યું છે. અંગ્રેજી અખબાર ‘મિડ ડે’માં ઝૈદી સાથેની મુલાકાતના અંશઃ
શરૂઆતના દિવસોમાં દાઉદ મહોલ્લાનો ટપોરી હતો
હા. સિત્તેરના દાયકામાં દાઉદ ગલીનો તોફાની છોકરો હતો. ભીંડી બજારની ગલીઓમાં અનેક સ્કૂલ ડ્રોપઆઉટ મુસ્લિમ કિશોરો રખડતા રહેતા હતા અને તેમાંનો એક દાઉદ હતો. પરંતુ દાઉદની લીડરશિપ ક્વોલિટી તેને બીજાથી અલગ કરતી હતી. મુંબઈ પોલીસે તેનો ફાયદો લીધો અને તેમણે પઠાણ ગેંગ સામે દાઉદનો ઉપયોગ કર્યો. રસપ્રદ વાત એ છે કે, બાદમાં દાઉદ મુંબઈ પોલીસનો ઉપયોગ કરતો થઈ ગયો.
શું મીડિયાએ જ દાઉદની ‘લાર્જર ધેન લાઇફ’ ઇમેજ બનાવી છે?
મીડિયાએ નહીં પણ બોલિવૂડે દાઉદને ‘માન-મરતબો’ આપવાનું શરૂ કર્યું. બોલિવૂડે અન્ડરવર્લ્ડને ગ્લેમરસ રીતે રજૂ કર્યું. દાઉદ ગુનેગાર હતો, પણ બોલિવૂડે તેને ડોન કોરલિયોનની જેમ આદર્શ રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો. હા, મીડિયા પણ બિલકુલ નિર્દોષ છે એવું નથી. કેટલાક અજ્ઞાાની પત્રકારોએ પણ તેની ‘લાર્જર ધેન લાઈફ’ છબી રજૂ કરી.
દાઉદે પોતાના બિઝનેસનો વ્યાપ વધારવા દુબઇ કેમ પસંદ કર્યું?
એ દિવસોમાં દુબઇ ‘ટેક્સ હેવન’ હતું. તે પાકિસ્તાન જવા નહોતો ઇચ્છતો. કારણ કે, ત્યાં જવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ઉચાટ ઊભો થઇ શકે એમ હતો. તેથી તેણે દુબઇમાં અનેક બિઝનેસ સેટ કર્યા.
એવું તો શું થયું કે દાઉદને આંતરરાષ્ટ્રીય સ્તરે ડરીને રહેવાનું શરૂ કરવું પડયું?
એંશીના દાયકામાં દાઉદ દિલ્હી ગયો અને તેના બિઝનેસનો વ્યાપ વધાર્યો. પછી તે તૂર્કી, લંડન, સિંગાપોર અને એવા ઘણાં દેશોમાં ફર્યો. આ દરમિયાન તેણે ‘બિઝનેસ’ માટે મોટા મંત્રીઓ અને ધારાસભ્યો સાથે સંબંધો વિકસાવી લીધા હતા. બીજી તરફ, બોલિવૂડમાં પણ તે ‘પૂજ્ય’ થઇ ગયો હતો. જ્યારે પણ દુબઇમાં શૂટિંગ થવાનું હોય ત્યારે કલાકારો તેની સાથે અચૂક ડિનર પાર્ટી કરતા. લગભગ બધાના પ્રવાસ કાર્યક્રમમાં દાઉદ સાથેની મુલાકાત અચૂક ગોઠવાતી. દુબઇમાં તેને કોઇ ભય ન હતો.
શું દાઉદ જાણે છે કે તમે એના વિશે પુસ્તક લખ્યું છે?
તે જાણે છે કે, ઘણાં લાંબા સમયથી હું આ પુસ્તક લખી રહ્યો છું. તેની સાથે સંકળાયેલા અનેક લોકો સાથે હું વાત કરી ચૂક્યો છું. તેણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હજુ સુધી મારો સંપર્ક નથી કર્યો.
‘બોલિવૂડે મારાથી ડરવાની જરૂર નથી’
એસ. હુસૈન ઝૈદીએ વર્ષ ૧૯૯૭માં લીધેલો દાઉદ ઈબ્રાહીમનો આખરી પ્રકાશિત ઈન્ટરવ્યૂ, જે ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ના પહેલા પાને છપાયો હતો.
તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોને કેમ ડરાવો છો, મારો છો?
એકદમ વાહિયાત વાત. મારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોને કહેવું છે, તમારે મારાથી ડરવાની જરૂર નથી. વળી, જેમને મારા નામે ધમકીઓ મળી રહી છે તે કોઇ મારા માણસો છે જ નહીં.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમારા મિત્રો કોણ છે?
હું અનેક સેલિબ્રિટી સાથે પરસ્પર સંમતિથી જ સારા સંબંધ નિભાવુ છું. અત્યારનું વાતાવરણ જરા શંકાસ્પદ હોવાથી હું તમને એમના નામ ન આપી શકું.
ગુલશનકુમારની હત્યાની તમને જાણ હતી?
મુંબઇથી રોયટરના સમાચાર આવ્યા પછી મને જાણ થઈ હતી.
એ વાત સાચી છે કે, અબુ સાલેમે તમને વિશ્વાસમાં લીધા વિના જ ગુલશનકુમારની હત્યા કરી હતી?
તમે જે કંઇ બોલી રહ્યા છો તેનાથી હું બિલકુલ અજાણ છું. પ્રેસ અને મુંબઇ પોલીસે એ લોકોને મળવું જોઇએ કે જે લોકો દાવો કરે છે કે અમે ગૂલશનકુમારના હત્યારા વિશે જાણીએ છીએ. ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર કે હું વર્ષ ૧૯૪૭માં નહોતો. નહીં તો ભાગલા માટે પણ આ લોકો મને જ જવાબદાર ઠેરવત.
તમે ફિલ્મો ફાઇનાન્સ કરો છો?
ના.