Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 09:29:48 AM IST
 

મીઠાપુરમાં હાઈવે ઉપર ભારે વાહનોના ખડકલાથી અડચણ

May 02, 2012 Rajkot > Jamnagar
 
comment     E-Mail     Print    
 
Viewed: 390
Rate: 0
Rating:
Bookmark The Article

મીઠાપુર તા.૧

ઓખામંડળના મીઠાપુરમાં હાઈ વે ઉપર ભારે વાહનોના ખડકલા થતા હોવાથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે અને અવાર-નવાર નાના મોટા અકસ્માતો બનતા રહે છે. બે દિવસ પહેલા યોજાયેલા પોલીસ લોકદરબારમાં પણ ટ્રાફિકની સમસ્યા અંગે રજુઆત કરવામાં આવી હતી.

  • પોલીસ લોકદરબારમાં ટ્રાફિક સમસ્યાની રજૂઆત

મીઠાપુરમાં દર વખતે યોજાતા પોલીસ લોક દરબારમાં ટ્રાફિકનો પ્રશ્ન ચર્ચાય છે. આ પ્રશ્નની ચર્ચા માત્ર બે મિનિટની જ હોય છે. બાદરમાં અરજદાર અને પોલીસ બંને વાતને ભુલી જાય છે. અગાઉના સમયમાં જયારે પોલીસ ઈન્સ. તરીકે પી.બી.વાઘેલા હતા ત્યારે ટ્રકના ટ્રાફિકનો પ્રશ્ન ઉકેલાઈ ગયો હતો. પરંતુ તેઓની બદલી થતા ટ્રક ચાલકો ગેલમાં આવી ગયા છે. તેઓને પોલીસનો કે કાયદાનો કોઈ ડર લાગતો નથી. હાલ સુરજકરાડી સત્યમ ટોકીઝથી મીઠાપુર તાતા કંપનીના ગેઈટ સુધી રસ્તાની બંને બાજુ ટ્રકના થપ્પા લાગેલા જોવા મળે છે. કોઈ પણ મોટા અધિકારીઓ અહીં આવે ત્યારે તેઓ પણ આ સ્થિતિ જુએ છે.

ઉપરાંત આ અંગે પોલીસને પણ અનેક વખત રજુઆત કરવામાં આવી છે. પરંતુ પોલીસ આ અંગે કોઈ પગલાં લેતી નથી. જયારે પણ રજુઆત કરવામાં આવે છે ત્યારે સ્ટાફના અભાવનું કારણ દર્શાવવામાં આવે છે. તાતા કંપનીએ ટ્રકના ર્પાિંકગ માટે બે મોટા વાડા બનાવ્યા હોવા છતાં ટ્રક ચાલકો પોતાના વાહનો ત્યાં પાર્ક કરવાના બદલે રસ્તાની બંને બાજુ પાર્ક કરી કાયદાનો ઉલાળીયો કરે છે. આ બધુ રસ્તા ઉપર ચાલીને જઈ રહેલા લોકો, સાયકલ ચાલકો અને અન્ય વાહન ચાલકોને સહન કરવુ પડે છે. બે દિવસ પહેલાના લોકદરબારમાં આ સમસ્યા અંગે રજુઆત કરવામાં આવ્યા બાદ ગઈકાલે કંપનીના ગેઈટ સામે એક યુવાનને એક ગાડીએ હડફેટ લીધો હતો. પોલીસ ટ્રક ચાલકોને કાયદાનું પાલન નહીં કરાવે તો આગામી દિવસોમાં આંદોલન થવાના એંધાણ વર્તાઈ રહયા છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com