વોશિંગ્ટન, ૨ મે
ભારતીય મૂળનાં અમેરિકન વિક્રમ સિંહની પેન્ટાગોન ખાતે મહત્વપૂર્ણ પદે નિમણૂક કરવામાં આવી છે. તેમને સમગ્ર દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયાની જવાબદારી સોંપવામાં આવી છે.
પેન્ટાગોન દ્વારા જારી કરવામાં નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વિક્રમ સિંહની નિમણૂક સિનિયર એક્ઝિટયૂટીવ ર્સિવસ હેઠળ ઓફિસ ઓફ ધ અન્ડર સેક્રેટરી ઓફ ડિફેન્સ(પોલિસી)માં દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયાનાં ડેપ્યુટી આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ ડિફેન્સ તરીકે કરવામાં આવી છે.
સિંહ આ અગાઉ આ જ ઓફિસમાં સ્પેશિયલ આસિસ્ટન્ટ તરીકે કાર્યરત હતાં. તે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન માટે અમેરિકાનાં વિશે, પ્રતિનિધિ સ્વર્ગસ્થ રિચર્ડ હોલબ્રુકનાં નજીકનાં સહયોગી હતાં.
ભારતીય મૂળનાં વિક્રમ સિંહે પેન્ટાગોનમાં રોબર્ટ સહરની જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે. રોબર્ટ સહરની હવે ડેપ્યુટી આસિસ્ટન્ટ ઓફ ડિફેન્સ ફોર પ્લાન તરીકે નિમણૂક કરવામાં આવી છે.