મુખ્ય કલાકારો : કરિશ્મા કપૂર,રજનીશ દુગ્ગલ,જીમી શેરગિલ,દિવ્યા દત્તા, આર્ય બબ્બર,ગ્રેસી સિંહ, સમીર કોચર
નિર્માતા : અરુણ રંગાચારી
દિગ્દર્શક : વિક્રમ ભટ્ટ
સંગીત : હિમેશ રેશમિયા
સંભવિત રિલીઝ : 11 મે 2012
સ્ટોરી
ફિલ્મ 'ડેન્જરસ ઈશ્ક' ની કહાની સુપરમોડેલ સંજના (કરિશ્મા કપૂર) અને તેનાં પતિ રોહન (રજનીશ દુગ્ગલ) ની છે. રોહન એક મોટા બિઝનેસમેનનો પુત્ર હોય છે. તે સંજનાને પ્રેમ કરતો હોય છે. એક દિવસ રોહન અને સંજના પેરિસ જવાનું પ્લાનિંગ કરે છે, પરંતુ અચાનક સંજનાને મોડેલિંગની ઓફર મળતાં તે જવાની ના પાડે છે અને રોહનને પણ તે જવા દેતી નથી.અને તેવામાં જ રોહનનું અપહરણ થઈ જાય છે, ત્યારબાદ સંજનાનું જીવન મુશ્કેલીઓથી ઘેરાઈ જાય છે. રોહનનો અપહરણ કર્તા 50 કરોડની માંગણી કરે છે, અને બીજી તરફ રોહનને પણ લાગે છે કે તેનું મોત હવે નક્કી છે. જો કે અચાનક જ સંજનાની અંદર એવી શક્તિ આવી જાય છે કે તેને જાતનાં જાતનાં સપનાં આવે છે, અને બાદમાં તેને સમજાય છે કે તેનાં સપનામાં કંઈક રહસ્યો છૂપાયેલાં હોય છે, અને તેની મદદથી જ તે રોહનને બચાવી શકે છે. જો કે તેને આવતાં સપનાં તેનાં ભૂતકાળનાં હોય છે. તો શું સંજના પોતાના ભવિષ્ય માટે ભૂતકાળમાં જવું પસંદ કરશે? સંજનાને અદ્રશ્ય શક્તિનો અહેસાસ શા માટે થાય છે? તે તમને ફિલ્મમાં જાણવા મળશે.