યંત્રાદિયંત્ર
જ્યારે જન્મકુંડળીમાં કોઈ ગ્રહ નબળો હોય કે અશુભ ફળ આપતો હોય તો જાતકને અનેક પ્રકારનાં કષ્ટો આવી પડે છે. તેના નિવારણ માટે જાતક પૂજા-પાઠ, ઉપવાસ, રત્નધારણ, દાન વગેરે કરે છે. આ બધા જ ઉપાયો પ્રભાવશાળી છે, પરંતુ સૌથી સરળ ઉપાય છે ગ્રહના યંત્રનું પૂજન. યંત્ર પૂજનથી જે તે ગ્રહ શાંત થાય છે અને શુભ ફળ આપે છે.
સૂર્ય યંત્ર
આ સૂર્ય ગ્રહનું પ્રતીક યંત્ર છે. સૂર્ય યંત્રના પૂજનથી સૂર્ય ગ્રહનું શુભ ફળ પ્રાપ્ત થાય છે તથા અનિષ્ટ ફળની શાંતિ થાય છે. જે લોકોના જન્માક્ષરમાં સૂર્ય ગ્રહ નબળો હોય તેમણે સૂર્ય યંત્રની પૂજા, ઉપાસનાથી અવશ્ય લાભ થાય છે.
ચંદ્ર યંત્ર
આ ચંદ્ર ગ્રહનું પ્રતીકાત્મક યંત્ર છે. તેની પૂજા અને સ્થાપના કરવાથી ચંદ્ર સંબંધી દોષોની શાંતિ થાય છે. જે વ્યક્તિની જન્મકુંડળીમાં ચંદ્ર નબળો હોય તેમણે ચંદ્ર યંત્રની પૂજા ઉપાસના કરવાથી સારો લાભ થાય છે.
મંગળ યંત્ર
આ યંત્રની પૂજા મંગળ ગ્રહની સાનુકૂળતા માટે કરવામાં આવે છે. જેનાથી પરાક્રમ તથા ભૂમિની પ્રાપ્તિ થાય છે. જેની કુંડળીમાં મંગળ અશુભ કે નબળો હોય તેમને આ યંત્રની નિયમિત પૂજા કરવાથી લાભ થાય છે.
બુધ યંત્ર
આ યંત્રની પૂજા કરવાથી બુધ ગ્રહનું શુભ ફળ પ્રાપ્ત થાય છે તેમજ અશુભ ફળ મળતા નથી. સ્મરણશક્તિમાં વૃદ્ધિ થાય છે. ત્વચા સંબંધી રોગોમાં પણ લાભ થાય છે. જે લોકોની કુંડળીમાં બુધ ગ્રહ નબળો અને અસ્ત હોય તેમને બુધ યંત્રની પૂજા કરવી જોઈએ.
બૃહસ્પતિ યંત્ર
આ બૃહસ્પતિ (ગુરુ) ગ્રહનું પ્રતિનિધિ યંત્ર મનાય છે. આ યંત્રની પૂજા કરવાથી ધન, વૈભવ, સુખ-સંપત્તિ તથા પારિવારિક સુખમાં વૃદ્ધિ થાય છે. જેની કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહ નબળી સ્થિતિમાં હોય તેમને આ યંત્રની પૂજા અને ઉપાસના કરવાથી ફાયદો થાય છે.
શુક્ર યંત્ર
આ યંત્રની પૂજા શુક્ર ગ્રહની શુભતામાં વૃદ્ધિ માટે કરવામાં આવે છે. શુક્ર યંત્રની પૂજા અને સ્થાપનાથી જીવનમાં સુખ, શાંતિ તથા આનંદ વધે છે. જે વ્યક્તિનો શુક્ર ગ્રહ ખરાબ સ્થિતિમાં હોય તેમના માટે આ યંત્રની પૂજા કરવી શુભ ફળદાયક હોય છે.
શનિ યંત્ર
આ યંત્રની પૂજા કરવાથી શનિ સંબંધી દોષની શાંતિ થાય છે. તેની પૂજા-પ્રતિષ્ઠા શનિવારે કરવી જોઈએ. કુંડળીમાં શનિની અશુભતાના નિવારણ માટે આ યંત્રની પૂજા કરવી જોઈએ.
રાહુ યંત્ર
આ રાહુ ગ્રહનું પ્રતિનિધિ યંત્ર છે. રાહુની શાંતિ માટે આ યંત્રની પૂજા ઉપાસના કરવામાં આવે છે. કુંડળીમાં રાહુની અશુભતાના નિવારણ માટે આ એક પ્રભાવી યંત્ર છે. તેના પ્રભાવથી રાહુ સંબંધી દોષોનું નિવારણ થાય છે.
કેતુ યંત્ર
આ યંત્રની પૂજા-ઉપાસના કરવાથી કેતુ ગ્રહની શુભતામાં વૃદ્ધિ થાય છે તથા અશુભ ફળની શાંતિ થાય છે. જે જાતકની કુંડળીમાં કેતુ અશુભ હોય છે તેમને આ યંત્રની પૂજા કરવાથી શુભ ફળ મળે છે.