Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 10:32:09 AM IST
 

મલેશિયામાં ભારતીય મૂળનો અપહ્યત બાળક ઘરે પરત ફર્યો

May 03, 2012 NRI > Rest of World
 
Tags:   Malaysia Indian Boy Kiidnapped Back Home NRI Indian origin comment     E-Mail     Print    
 
Viewed: 1934
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

કુઆલંમ્પુર, 3 મે

મલેશિયામાં ભારતીય મૂળના 12 વર્ષીય નયતી મુદલિયારને ગુરુવારે પોલીસ કાર્યબળે એક અજાણ્યા સ્થળેથી  છોડાવી લીધો છે. ગત અઠવાડિયે તેનું સ્કુલે જતી વખતે ઘરની નજીક અપહરણ કરવામાં આવ્યું હતું.

કુઆલંમ્પુર પોલીસ પ્રમુખ મોહમ્મદ સાલેહે નયતીના ઘરે પરત ફર્યાની પુષ્ટિ કરી છે. પરંતુ તેમણે આ અંગે વધુ માહિતી આપવાની મનાઈ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે પોલીસ નયતીનું અપહરણ કરનારાઓની નજીક પહોંચી ગઈ છે.

નયતીને લઈને ફેસબુક પર એક પેજ પણ તૈયાર કરવામાં આવ્યું હતુ. તેના પર  મૂકવામાં આવેલ સંદેશમાં કહેવામાં આવ્યું છે કે નયતી પરિવાર, મિત્રો અને સમર્થકો. નયતી  અમારી પાસે પાછો આવી ગયો છે.  તમારા બધાના સહયોગ માટે ધન્યવાદ. અમે ફરીથી પોસ્ટ કરશું.

પિતા શામ મુદલિયાર  મૂળ ભારતીય  છે. નયતીનું ગત શુક્રવારે સવારે સ્કુલે જતી વખેત અપહરણ કરવામાં આવ્યું હતું. તે અહીંની મોંટ કિયારા ઈન્ટરનેશનલ સ્કુલનો વિદ્યાર્થી છે. તેના અપહરણનો મુદ્દો ન ફક્ત મલેશિયા, પરંતુ આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ છવાયો હતો. વડાપ્રધાન નજીબ રજાકે પણ અપહરણકર્તાઓને આ છોકરાનો મુક્ત કરવાની અપીલ કરી હતી. મુદલિયાર પરિવારનું કહેવું છે કે તે અપહરણકર્તાઓ અંગે કોઈ માહિતી નહિ આપે કારણ કે પોલીસ હજુ તપાસ કરી રહી છે.


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com