રાંચી, તા. 03
જો તમને આવું કોઈ કહે તો તમે શું વિચારશો, કદાચ તમે થોડાક સમય માટે વિમાસણમાં મૂકાઈ જશો. પરંતુ આ વાત એકદમ 100 ટકા સાચી છે. ઝારખંડના સંથાલ જનજાતિઓમાં લગ્નનાં ઘણાં પ્રકાર છે. આ પ્રકારોમાંનો જ એક 'જવાય કિરિન બાપલા'આવા લગ્ન એવી કન્યાઓનાં થતા હોય છે જે લગ્ન પહેલાં જ કોઈ અન્ય પુરુષની સાથેના સંબંધને લીધે ગર્ભવતી થઈ ગઈ છે. લગ્નના આ પ્રકારના કન્યા થનાર પિતાનું નામ આપવા માટે ઊંચી કિંમત આપીને કન્યા માટે વર ખરીદે છે. એટલે કે બાળકનો થનાર પિતા ખરીદાય છે. સંથાલોમાં 'જવાય કિરિન બાપલા'ની જેમ અન્ય ઘણી પ્રકારના લગ્ન હોય છે. જેને તમે જાણીને ડઘાઈ જશો.
ચપટી સિંદૂર માટે કન્યા મજબૂર
લગ્ન માટે એક અન્ય પ્રકાર છે 'ઈતયૂત બાપલા' લગ્નનો આ પ્રકાર સ્ત્રીઓ માટે એક પ્રકારથી સજા છે.આમાં સ્ત્રીઓને લાચાર થઈને એવા વ્યકિત સાથે લગ્ન કરવા પડે છે જેને આ સ્ત્રીની માંગ સિંદૂરથી ભરી છે. આ લગ્નમાં યુવકોને ખૂબ સ્વતંત્રતા હોય છે કે જે યુવતી તેને પસંદ પડે તેના લલાટ પર સિંદૂર લગાવી દે. બાદમાં આ સિંદૂર ચોપડેલી યુવતી પોતાની ઈચ્છા ન હોય છતાં એ જ યુવક સાથે લગ્ન કરવા પડે છે.
લગ્ન માટે ધરણાં
લગ્ન માટે ધરણાં કે હડતાળ કરવી તમે આજદિન સુઘી ક્યાંય નહીં સાભળ્યું હોય. પરંતુ સંથાલોમાં લગ્નનો એક પ્રકાર એવો પણ છે આ પ્રકારના લગ્નને 'નીર બોલોક બાપલા' કહેવાય છે. આવા પ્રકારના લગ્નમાં કન્યા એવા પુરુષના ઘરે બળજબરીથી એના ઘર આગળ ધરણાં કરીને બેસી જાય છે જે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોય.બાદમાં યુવકને લગ્ન માટે મજબૂર કરવામાં આવે છે.