રાજકોટ, તા. 03
હાઈકોર્ટ આગામી દિવસમાં સુનાવણી કરશે
રાજકોટ મહાનગરપાલિકા નગરસેવક કરશન વાઘેલા તેમજ અધિકારીઓને અલગ-અલગ હેતુ માટે અપાયેલ જમીન સામે હાઈકોર્ટમાં કરાયેલી રિટ સંદર્ભે આજે વિપક્ષી નેતા કેયુર મસરાણીએ પુરાવા રજૂ કરતા હાઈકોર્ટે આગામી ગુરુવારે તેની સુનાવણી રાખી છે. આ વિવાદિત પ્રકરણમાં નગરસેવક કરશન વાઘેલાના પરિવારને રેફયૂઝીમાં જમીન ફાળવાઈ છે જ્યારે મહાનગરપાલિકાના 173 જેટલા કર્મચારીને અલગ-અલગ જમીન ફાળવણી માટે કાર્યવાહી થઈ છે. આ પ્કરણમ હાઈકોર્ટમાં જાહેર હીતની અરજી કરાઈ હતી જેની સુનાવણી ગુરુવારે હાથ ધરાશે.