Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 12:13:59 PM IST
 

જલ્દી પ્રેગનન્ટ થવું હોય તો ખાઓ ફર્ટિલિટી ફૂડ

May 03, 2012 Offbeat
 
Tags:   Sex Women Girls Fertile Survey Fertility Pregnancy Report Mother Woman Fertility foods Foods Pregnant Conceive Vegetable Milk Egg comment     E-Mail     Print    
 
Viewed: 27430
Rate: 3.5
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, તા. 03

આ વાત તદ્દન સાચી છે કે જો તમારે ફિટ અને તંદુરસ્ત રહેવું હોય તો યોગ્ય ખોરાક ખાવો ખૂબ જરૂર છે. અને જો તમારે ખૂબ જ જલ્દી પ્રેગનેંટ(સગર્ભા) થવું હોય તો એવો આહાર લેવો જોઈએ જે આરોગ્ય માટે સારો હોય અને કંસીવ કરવામાં મદદ પણ કરે. ઘણીવાર ગર્ભવતી મહિલાઓને અમુક પ્રકારનો ખોરાક ખાવાની મનાઈ કરવામાં આવે છે, જેનાથી તેના આરોગ્ય અને બાળક પર ખરાબ અસર ન થાય. શું તમને એવા ફર્ટિલિટી ફૂડ વિશે ખબર છે?, જેનાથી તમે જલ્દીથી પ્રેગનેટ થઈ શકો છો.?  જો તમારો જવાબ ના હોય તો અમે તમને બતાવીશું કેટલાક ફર્ટિલિટી ફૂડ વિશે જેને તમે તમારા ડાયટમાં સામેલ કરશો તો જરૂર લાભ મળશે.

જલ્દી પ્રેગનેંટ થવાના ફર્ટિલિટી ફૂડ
1- જો તમારે જલ્દી ગર્ભવતી થવું હોય તો તમારા આહારમાં તાજા અને ઑરગેનિક ફળો સામેલ કરો. ડબ્બાબંધ ફળો કે પ્રિઝર્વ કરેલ ફળોને બને ત્યાં સુધી ત્યાગ કરો.

2-
રેસાયુક્ત આહાર પચવામાં ખૂબ હલ્કા હોય છે. જો પાચનક્રિયા યોગ્ય રહેશે તો શરીરમાં કોઈ ઝેરી તત્વ નહીં રહે. આ માચે પોતાના આહારમાં બ્રાઉન રાઈસ, ઘઉંની બ્રેડ, ચણા, જવા મગફળી આખું ધાન્ય અને ફ્લેકસ સીડ સામેલ કરો.


3- લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે, પાલક, મેથી વગેરેનો ભરપૂર ઉપયોગ કરો. પાલક એવી મહિલાઓ માટે ખૂબ ઉપયોગી છે જે જલ્દીથી ગર્ભવતી બનવા માગે છે. આ શાકભાજીઓમાં એન્ટિઓક્સિડેન્ટ આર્યન અને ફોલિક એસિડ ભરપૂર પ્રમાણમાં હોવાથી પ્રજનન અંગોને મજબૂત બનાવે છે.


4- ફોલિક એસિડ વાળા આહાર તમને જલ્દી પ્રેગનેંટ બનાવી શકે છે. ફોલિક એસિડ પ્રજનન તંત્રમાં ઈંડાના પ્રોડકશનને વધારીને જલ્દી કંસીવ કરવામાં મદદ કરી શકે છે. સોયા પ્રોડકટ, ચણા, એગ યોલ્ક, બટાકા, ઘઉંનો લોટ, ફૂલાવર, બીટ, કેળા, બ્રોકલી, સ્પ્રાઉટ અને ચોખા કે જેમાં ફોલિક એસિડ રહેલુ છે.

5-
ઘણીવાર અનિયમિત પીરિયડ મહિલાઓમાં સમસ્યા પેદા કરી શકે છે. જલ્દી કંસીવ કરવા માટે પીરિયડ નિયમિત હોવા જોઈએ. ગાજર, વટાણા, શક્કરીયા, મોસંબી વગેરે ફળો નિયમિત પીરિયડ શરૂ કરવામાં ખૂબ મદદ કરે છે.

6- ડેરી પ્રોડક્ટ કેલ્શિયમનો સારો સ્રોત હોવા ઉપરાંત ફર્ટિલિટી હોર્મોન એટલે એફએસએચ અને એલએચને વધારે છે. દૂધ, દહીં અને ઈંડા તેમજ માછલીનું સેવન કરવાથી ફર્ટિલિટી વધી શકે છે.

7-
નટ્સ જેમ કે બદામ, અખરોટ, અંજીર લેવાથી ફર્ટિલિટી લેવલ વધી શકે છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com