Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 08:01:19 PM IST
 

એશ્વર્યાં મમ્મી લુક : નેટ પર થઈ ગઈ તૌબા તૌબા! જુઓ તસવીરો

May 03, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Aishwarya Rai Beti B Twitter Dubai Trip Amitabh Bachhan Abhishek Bachhan comment     E-Mail     Print    
 
Viewed: 21290
Rate: 2.4
Rating:
Read in English
Bookmark The Article

મુંબઈ 3, મે

માતા બન્યાં બાદ અભિનેત્રી એશ્વર્યાં રાય બચ્ચનનું વજન ઘણું વધી ગયું છે. ડિલીવરીનાં પાંચ મહિના બાદ પણ વધતાં જતાં વજનનાં કારણે એશ્વર્યાં આજકાલ ઘણી ચર્ચામાં છે. જો કે ઘણી સેલિબ્રિટીઓ એશ્વર્યાં રાયનાં બચાવમાં પણ ઉતરી આવ્યાં છે. ડિઝાઈનર સબ્યસાચી 38 વર્ષીય એશ્વર્યાંનાં બચાવમાં ઉતરી આવ્યાં છે.

તાજેતરમાં અંબાણીની પાર્ટીમાં એશ્વર્યાં રાયે હાજરી આપી હતી, જ્યાં તેની તસવીર કારમાં ખેંચવામાં આવી હતી. આ તસવીરમાં તે ખૂબ જ જાડી દેખાઈ રહી છે. આ તસવીરે નેટ પર ભારે ચર્ચા જમાવી છે. આ ફોટાને લોકોનાં જબરદસ્ત પ્રતિભાવ મળી રહ્યાં છે. આ તસવીર આર્ટિકલમાં, ન્યૂઝમાં, બ્લોગમાં અને ફેસબુકમાં જોવા મળી રહી છે, અને તેનાં પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

ઘણાં લોકો એશ્વર્યાં રાયનાં વજનને લઈને ઘણાં ચિંતામાં છે, તો બીજી તરફ એવાં લોકો પણ છે જે એવું માની રહ્યાં છે કે પ્રેગનેન્સી બાદ એશ્વર્યાંનું વજન વધવું સ્વાભાવિક છે. એશ્વર્યાં નાં ચાહકોને વળી તેની સુંદરતામાં ઘટાડો થઈ રહ્યો છે, એવી ચિંતા સતાવી રહી છે.

નીચે જુઓ એશ્વર્યાં રાય મમ્મી લુકનો આનંદ માણી રહી છે...


કેટલાંક લોકોએ ટ્વીટર પર એશ્વર્યાને એવી સલાહ આપી છે કે તેણે વિક્ટોરિયા બેકહમ પાસેથી બોડી માટેની સલાહ લેવી જોઈએ. વિક્ટોરિયા પોતાની પ્રેગનેન્સી બાદ તરત જ ઝીરો ફિગરમાં આવી ગઈ છે.

ડિઝાઈનર સબ્યાસાચી
એશ્વર્યાંનું વજન અન્ય સ્ત્રીઓની જેમ માતા બન્યાં બાદ વધ્યું છે, જેને ઉતારવું સહેલું હોતું નથી. તે સ્ટાર્સ છે, અને પોતાની હકીકતને મીડિયા સામે છૂપાવવામાં તે માનતી નથી. તેનાં પર મીડિયાએ ધ્યાન ન આપવું જોઈએ.

રીના ઢાકા ડિઝાઈનર
એક મહિલા જ્યારે માતા બને છે, ત્યારે તેનું વજન વધે જ છે. તે સમયમાં કોઈપણ મહિલા માટે વજન ઉતારવું સહેલું હોતું નથી. મીડિયા એશ્વર્યાં પ્રત્યે કડક વલણ દાખવી રહ્યું છે. મીડિયાને પણ એશ્વર્યાં મોટી દેખાય તેવાં ફોટા લેવામાં જ રસ છે.

રૉકી એસ ડિઝાઈનર
એશ્વર્યાંનાં વેઈટને લઈને ચર્ચા કરવી ઝરમજનક વાત છે. લોકો એશનાં વજનને લઈને આટલું બધું શા માટે વિચારે છે? મેટરનીટિ વેઈટને ઓછું કરવામાં સમય લાગી જાય છે. તે એક ઈન્ટરનેશનલ સેલિબ્રિટી છે, અને પોતાની હકીકતને છૂપાવવામાં માનતી નથી, તે માતા બનવાનાં સુખનો પૂરો લાભ ઉઠાવી રહી છે. તેમનાં પર મીડિયાએ પ્રેશર ન નાખવું જોઈએ.

એશ્વર્યાં રાયનાં એક ચાહકે ટ્વીટર પર લખ્યું છે કે, "આપણાં માટે ખુશીની વાત છે કે એશ્વર્યાં એવી અભિનેત્રી નથી, જે લેબર રૂમમાંથી નીકળી તરત જ પ્લાસ્ટિક સર્જરી કરાવવા જાય છે. તેમનાં વેઈટને લઈને ચર્ચા કરવી તેમનું અપમાન કરવા બરાબર છે."












 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com