Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 11:29:08 PM IST
 

પોલીસકર્મી સાથે મારપીટના કેસમાં બીસીસીઆઇ અધ્યક્ષના પુત્રની ધરપકડ

May 03, 2012 Sports
 
Tags:   BCCI N Srinivasan Ashwin Srinivasan Avi Krishnamurthy Bandra police station comment     E-Mail     Print    
 
Viewed: 1312
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

મુંબઇ 03, મે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના અધ્યક્ષ એન શ્રીનિવાસનના પુત્રની એક ઓન ડ્યુટી પોલીસકર્મી સાથે મારપીટ કરવાના આરોપમાં મુંબઇમાં ધરપકડ કરવામાં આવી છે, જો કે ત્યારબાદ તેઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે રાત્રે શ્રીનિવાસનનો પુત્ર અશ્વિન મુંબઇના બાંદ્રા સ્થિત એસ્કોબાર નામના પબમાં પોતાના એક મિત્ર અવિની સાથે બેઠો હતો. તેઓને રાત્રે દોઢ વાગ્યા સુધીની સમયસીમા સમાપ્ત થયા બાદ પણ તેઓએ ડ્રીંકનો ઓર્ડર કર્યો હતો, જેની પબના કર્મચારીઓએ મનાઇ કરતા અશ્વિન અને અવિએ કથિત રીત પબ કર્મીઓ સાથે લડાઇ કરી હતી અને ત્યારબાદ બિલ ચુકવવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. 

તેના પર પબ કર્મચારીઓએ પોલીસને બોલાવી હતી, પરંતુ જ્યારે પોલીસવાળાઓએ પણ તેઓને બિલ ચૂકવવાનું કહ્યું તો અશ્વિને ત્યાં પહોંચેલા કોન્સ્ટેબલ સાથે કથિત રીતે મારપીટ કરી હતી. ત્યારબાદ તેની ધરપરડ કરવામાં આવી હતી. સોમવારે રાત્રે અશ્વિન પોલીસ લોકઅપમાં રહ્યો હતો, પરંતુ મંગળવારે તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. અશ્વિનની વિરૂદ્ધ સરકારી કર્મચારી ઉપર હુમલો કરવા, ગેરકાયદેસર રીતે કોઇને ડરાવવા તેમજ ગાળાગાળી કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com