Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 18,2013 04:41:15 PM IST
 

૧૦ પૈકી ૬ અમેરિકી સેક્સ કરતા ઊંઘવાનું પસંદ કરે છે

May 03, 2012 Offbeat
 
Tags:   American Sex Sliping Like Study Survey USA comment     E-Mail     Print    
 
Viewed: 997
Rate: 0
Rating:
Bookmark The Article

વોશિંગ્ટન,તા. ૩

અમેરિકાના ૪૫ ટકા લોકો સપ્તાહમાં ઓછામાં ઓછા એક વખત બેડ પર સૂતા નથી સર્વેનું તારણ

તાજેતરમાં જ કરવામાં આવેલા એક રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અમેરિકામાં ૪૫ ટકા લોકો સપ્તાહમાં ઓછામાં ઓછા એક વખત પોતાના બેડ ઉપર ઊંઘી જતા નથી. પોતાના બેડને છોડી અન્યત્ર ઊંઘી જતા લોકોમાં પુરુષોની સંખ્યા મહિલાઓ કરતા ખૂબ વધારે છે. દેશભરમાં આશરે ૧૦૦૦ પુખ્તવયના લોકો સાથે વાતચીત કરવામાં આવ્યા બાદ તૈયાર કરવામાં આવેલા બેટર સ્લીપ કાઉન્સિલના સર્વેમાં ઘણા રસપ્રદ તારણો જાણવા મળ્યા છે. સર્વેમાં સામેલ દરેક ૧૦ પૈકી એક વ્યક્તિ માને છે કે તે કામના વખતે પણ ઊંઘી જાય છે. સાત ટકા લોકો ચર્ચમાં ઊંઘી જાય છે. જ્યારે છ ટકા લોકો જાહેર પરિવહનમાં મુસાફરી કરતી વેળા ઊંઘી જાય છે.

ચાર ટકા લોકો તો એવા નિકળ્યા છે જે લોકો ટોઇલેટમાં પણ ઊંઘી જાય છે. બેટર સ્લીપ કાઉન્સિલના પ્રવક્તાએ કહ્યું છે કે સર્વેના પરિણામ જોઈને અમે ખૂબ જ આશ્ચર્યચકિત છે. એક વ્યક્તિ એવી નીકળી છે જે વ્યક્તિ નોકરી માટે કોઈના ઇન્ટરવ્યૂ લેતી વેળા ઊંઘી ગઈ હતી. એક ટીચર ક્લાસમાં બાળકોની સામે શિક્ષણ આપતી વેલા ઊંઘી ગયા હતા. આ સર્વેમાં ભૂલની શક્યતા ત્રણ ટકા જેટલી જણાવવામાં આવી છે. સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ૧૦ પૈકી છ અમેરિકી લોકો સેક્સની સરખામણીમાં ઊંઘવા માટે વધારે ઉત્સુક રહે છે. કેટલાક અમેરિકી લોકો સેક્સ વેળા પણ ઊંઘી જાય છે. બેટર સ્લીપ કાઉન્સિલ દ્વારા તમામ અમેરિકી લોકોને ક્યાં વધુ સારી અને મજબૂત ઊંઘ માણવાનું પસંદ છે તેને લઈને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં આ રસપ્રદ તારણો જાણવા મળ્યા છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com