મુખ્ય કલાકારો : ઇમરાન હાશમી, રણદીપ હુડ્ડા, એશા ગુપ્તા, મનીષ ચૌધરી
નિર્માતા : મહેશ ભટ્ટ
દિગ્દર્શક : કુણાલ દેશમુખ
સંગીત :પ્રીતમ ચક્રવર્તી
સંભવિત રિલીઝ : ૪ મે, ૨૦૧૨
ભટ્ટ કેમ્પની દરેક મૂવીની દરેક મસાલા ફિલ્મની જેમ ‘જન્નત’ની આ સિકવલ મૂવીમાં પણ રોમાન્સ, ટ્રેજેડી, એક્શન, ઇમોશન અને એક્સપોઝ બધું જ છે. ફિલ્મની કહાની એવી છે કે, સોનુ દિલ્લી (ઇમરાન હાશમી) શોર્ટકટથી પૈસા કમાઈને એ પૈસા દોસ્તો અને પોતાના મોજશોખ પાછળ ઉડાડે છે. તેની જિંદગીમાં જાહ્નવી (એશા ગુપ્તા) પ્રવેશે છે. જાહ્નવી મધ્યમવર્ગની એવી છોકરી છે કે પ્રામાણિક્તાથી રૂપિયા કમાવામાં વિશ્વાસ ધરાવે છે. સોનુ જાહ્નવીના પ્રેમમાં સુધરવા માટેની કોશિશ કરે છે. હવે સોનુનો ઇતિહાસ તેને એક સારો માણસ બનવા દે છે કે નહીં એના માટે ફિલ્મ જોવી રહી.