Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 02:12:35 AM IST
 

ઇન્ડિયન સિનેમાની પ્રથમ ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’

May 03, 2012 Supplements > Cine Sandesh
 
comment     E-Mail     Print    
 
Viewed: 1088
Rate: 0
Rating:
Bookmark The Article

રાજા હરિશ્ચંદ્ર
નિર્માતા- દિગ્દર્શક
ધૂંડીરાજ ગોવિંદ ફાળકે
મુખ્ય કલાકારો
દત્તાત્રેય દામોદર ડબકે
- રાજા હરિશ્ચંદ્ર
પી જી સાણે - તારામતી
જી વી સાણે - વિશ્વામિત્ર
ભાલચંદ્ર ડી ફાળકે
સ્ટોરી
દાદાસાહેબ ફાળકે
રણછોડરાય ઉદયરામ
સિનેમેટોગ્રાફી
ત્રિંબક બી તેલંગ
ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર’ના યાદગાર દૃશ્યો

ઇન્ડિયન સિનેમાની પહેલી અને ધાર્મિક - ઐતિહાસિક ફિલ્મ હતી, ‘રાજા હરિશ્ચંદ્ર’. આ ફિલ્મ ૨૧મી એપ્રિલ, ૧૯૧૩માં સિનેમાગૃહોમાં આવી હતી. ફિલ્મના નિર્માતા - દિગ્દર્શક અને ઇન્ડિયન સિનેમાના પિતામહ દાદાસાહેબ ફાળકેના મતે ફ્લ્મિને જોઈએ એવી ટ્રીટમેન્ટ મળી ન હતી, છતાં ફિલ્મ પ્રર્દિશત થઈ હતી અને દર્શકો એ ફિલ્મ જોવા આકર્ષાયા પણ હતા

રાજા હરિશ્ચંદ્ર’ સાથે જ ભારતીય સિનેમાનું પ્રભાત ખીલી ઊઠેલું. ૩૭૦૦ ફૂટ લાંબી રીલ ધરાવતી ૪૦ મિનિટની આ પ્રથમ ફુલલેન્થ ફિલ્મ સુપરહિટ નીવડેલી. લોકોએ આ માધ્યમને વધાવી લીધેલું અને ત્યારથી શરૂ થયો ભારતીય સિનેમાનો જમાનો. આજે ભારતીય સિનેમા એક મોટો ઉદ્યોગ છે. મોસ્ટ ગ્લેમરસ ફિલ્ડ

તરીકે ખ્યાત છે અને તેની સાથે સંકળાયેલા દિગ્દર્શકો અને કલાકારો કરોડોમાં આળોટે છે, પણ ભારતની પ્રથમ ફિલ્મના સર્જક દાદાસાહેબ ફાળકે કદી બે પાંદડે થઈ શક્યા નહોતા, એ હકીકત છે.

રાજા હરિશ્ચંદ્ર’ ફિલ્મમાં કામ કરવા આવનારા પુરુષ કલાકારો જાહેરમાં પોતે ફિલ્મમાં કામ કરે છે એવું જાહેરમાં કહેતા ક્ષોભ અનુભવતા હતા. તે સમયમાં નાટકમાં કામ કરવું પણ ઝાઝું માનસન્માનવાળું ન હતું અને ફિલ્મમાં કામ કરવું તો તેનાથીય ઊતરતી કક્ષાનું ગણાતું. ફાળકેસાહેબે રાજા હરિશ્ચંદ્ર ફિલ્મના કલાકારોને સમજાવેલા કે બહાર લોકોને એવું કહેવાનું કે તમે કોઈ ‘હરિશ્ચંદ્ર’ની ફેક્ટરીમાં કામ કરો છો. જ્યારે રાજા હરિશ્ચંદ્ર ફિલ્મ બની ત્યારે આ સંદર્ભને ધ્યાનમાં રાખીને જ મરાઠી ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક પ્રકાશ મોકાશીએ દાદાસાહેબની આ પ્રથમ ફિલ્મ પાછળની કથા કહેતી ફિચર ફિલ્મ ૨૦૦૯માં મરાઠી અને અંગ્રેજીમાં બનાવી હતી, જેનું નામ ‘હરિશ્ચંદ્રાચી ફેક્ટરી’ રાખવામાં આવ્યું હતું. ભારત સરકાર તરફથી ઓસ્કર એવોર્ડમાં શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મની શ્રેણીમાં આ ફિલ્મની એન્ટ્રી મોકલવામાં આવી હતી.

દાદસાહેબ ફાળકેએ બનાવેલી ઓરિજિનલ ફિલ્મ ચાર રીલની હતી, પણ નેશનલ ફિલ્મ આર્કાઈવ ઓફ ઇન્ડિયા પાસે પણ ‘રાજા હરિશ્ચંદ્ર’ની પહેલી અને છેલ્લી રીલ હતી. કેટલાક ફિલ્મ પુરાતત્ત્વવિદોનું આ ફિલ્મ સંબંધિત માનવું છે કે ૧૯૧૭માં આ ફિલ્મ ફરી વખત ‘રાજા હરિશ્ચંદ્ર’ના નામે બનાવવામાં આવી હતી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com