Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 06:30:50 PM IST
 

વધુ હિન્દી ફિલ્મો સાઇન કરવી છેઃ સન્ની લિઓન

May 03, 2012 Supplements > Cine Sandesh
 
comment     E-Mail     Print    
 
Viewed: 3144
Rate: 4.5
Rating:
Bookmark The Article

દિલ કી બાત

એડલ્ટ મૂવિ ઇન્ડસ્ટ્રીની હોટેસ્ટ આયાતી એક્ટ્રેસ સન્ની લિયોન પૂજા ભટ્ટની ફિલ્મ જિસ્મ-૨’થી બોલિવૂડમાં પોતાની કારકિર્દી શરૂ કરવાની છે. તે ક્યારેક ભારતીયોના પોર્ન ઇન્ડસ્ટ્રી તરફના માનસ પર ટીકા-ટિપ્પણીઓ કરે છે તો ક્યારેક પોતે હવે બોલિવૂડનો જ હિસ્સો બની રહેવા માગે છે તેવાં નિવેદનો કરે છે.

ઇન્ડિયન ફ્લ્મિ ઇન્ડસ્ટ્રીમાં પોતાના પ્રવેશ અંગે સન્ની જણાવે છે કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું બોલિવૂડની કોઈ ફિલ્મની હિરોઇનનો રોલ કરીશ. બોલિવૂડની ફિલ્મમાં કામ કરતાં મને લાગ્યું કે આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાથી સંતોષ મળે છે. અહીં કામ કરવાની એક અલગ જ મજા છે. હું બોલિવૂડની વધુમાં વધુ ફિલ્મો સાઇન કરવા માગું છું. અહીંની દુનિયામાં કામ કરતાં મને લાગે છે કે જાણે હું ખુલ્લી આંખે કોઈ સપનું જોઈ રહી છું.

તેના અને રણદીપ હુડ્ડાના બાથ ટબમાં નહાતા પોસ્ટર વિશ તે કહે છે કે, મને એમાં કંઈ વધુ પડતું કે અશ્લીલ લાગતું નથી.

અમુક ઇન્ટરનેટ પોર્ટલ પર કરણ મલ્હોત્રા નામે મચી રહેલા હોબાળા અંગે સન્ની જણાવે છે કે કરણ મલ્હોત્રા મારું સાચું નામ નથી. તેના લીધે ઘણી ગેરસમજો ઊભી થઈ છે, પણ હવે બધું ઠીક થઈ રહ્યું છે. સન્ની લિયોનને રિયાલિટી શો ‘બિગબોસ-૫’માં સ્પર્ધક બનવા માટે ખાસ આમંત્રણ અપાયા બાદ તે ભારત આવી હતી. ‘બિગબોસ-૫’ના એક એપિસોડમાં નિર્માત્રી અને દિગ્દર્શક પૂજા ભટ્ટના પિતા મહેશ ભટ્ટ મહેમાન બન્યા બાદ તેમણે સન્નીને પૂજાની આગામી ફિલ્મ અને ‘જિસ્મ’ની સક્વલ ‘જિસ્મ-૨’માં અભિનય માટેની ઓફર કરી હતી. જે સન્નીએ સ્વીકારી હતી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com