Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 02:54:34 AM IST
 

બાબા રામદેવનું ટીમ અણ્ણા સાથે કોઇ જોડાણ નહીં : કેજરીવાલ

May 03, 2012 National
 
Tags:   Lokpal Bill Anna Hazare Team Anna Baba Ramdev comment     E-Mail     Print    
 
Viewed: 875
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

નવી દિલ્હી 03, મે

ભ્રષ્ટાચાર વિરોધી ટીમ અણ્ણાના સભ્ય અરવિંદ કેજરીવાલે કહ્યુ છે કે રામદેવ સાથે ટીમ અણ્ણાનું કોઈ જોડાણ નથી.

આ પહેલા બાબા રામદેવ અને અણ્ણા હજારેએ કાળા ધન અને ભ્રષ્ટાચારના મુદ્દા પર એક સાથે આવવાનું એલાન કર્યું હતું. પરંતુ હવે કેજરીવાલે કહ્યુ છે કે બાબા રામદેવની સાથે તેમનું કોઈ જોડાણ નથી. પરંતુ કાળા ધને અને ભ્રષ્ટાચાર વિરુદ્ધના એકબીજાના મુદ્દા પર સહયોગ કરી રહ્યા છે.

અરવિંદ કેજરીવાલે આ વાત પત્રકાર અરુણોદય પ્રકાશના પુસ્તક અણ્ણાન્દોલન: સંભાવના અને સવાલના વિમોચન પ્રસંગે કહી હતી. પુસ્તક વિમોચન અરવિંદ કેજરીવાલ અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મેજર જનરલ બી. સી. ખંડૂરીએ કર્યું.

આ પ્રસંગે ભારતીય જનસંચાર સંસ્થાનના એસોસિએટ પ્રોફેસર આનંદ પ્રધાને કહ્યુ કે દેશની 80 ટકા વસ્તી હજી પણ માત્ર 20 રૂપિયાનું રોજ કમાઈ રહી છે અને જ્યાં સુધી આ વર્ગની ચિંતા અને તેમની ચિંતાઓને અણ્ણાના આંદોલનના એજન્ડામાં સામેલ કરવામાં નહીં આવે, ત્યાં સુધી આ જનઆંદોલન બની શકે નહીં.

તેમણે કહ્યુ કે તેને જનઆંદોલન બનાવવા માટે ટીમ અણ્ણાને એવા વર્ગ સાથે જોડાયેલી સમસ્યઓને પોતાના એજન્ડામાં સામેલ કરવી પડશે અને તેમને સાથે લઈને આગળ વધવું પડશે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com