Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 03:39:13 PM IST
 

રિલાયન્સ પર દંડ 18 % વધારીને 1.46 અબજ ડોલર કરાયો

May 04, 2012 Business > Business News
 
Tags:   RIL Reliance Industries Ltd Oil ministry Mukesh Ambani KG-D6 field Andhra offshore field comment     E-Mail     Print    
 
Viewed: 3440
Rate: 3.5
Rating:
Read in English
Bookmark The Article

નવી દિલ્હી 04, મે
 
ઓઇલ મંત્રાલયે ૧.૪૫ અબજ ડોલરના ખર્ચની રિકવરી ફગાવી

ઓઇલ મંત્રાલયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ૧.૪૫ અબજ ડોલરનો ખર્ચ નામંજૂર કરી નોટિસ મોકલી છે. ઓઇલ મંત્રાલયે રિલાયન્સને મોકલેલી નોટિસમાં જણાવ્યું છે કે, નાણાકીય વર્ષ ૨૦૧૦-૧૧ના ૪૫.૭ કરોડ ડોલર અને ૨૦૧૧-૧૨ના ૭૭.૮ કરોડ ડોલરની ખર્ચ રિકવરીને નામંજૂર કરવામાં આવે છે. કંપનીએ કેજી-ડી૬ ઓઇલ ફિલ્ડ માટે કરેલા કમિટમેન્ટ પૂરો ન કરતાં આ નિર્ણય લેવાયો છે. આ મુદ્દે રિલાયન્સના પ્રવક્તાએ જણાવ્યું કે, અમે ડિરેક્ટોરેટ ઓફ હાઇડ્રોકાર્બન (ડીજીએચ) દ્વારા મંજૂર કરાયેલા ઉત્પાદન ભાગીદારી કરાર અને વિકાસકીય યોજનાઓનું પાલન કર્યું છે. ડીજી-૬ની હાલની જે સ્થિતિ છે તેની કલ્પના કોઇએ કરી ન હતી. એટલુ જ નહીં ડીજીએચે પણ વિકાસકીય યોજના માટે હાલ જે સ્થિતિ છે તેવી ધારણા રાખી ન હતી.

જ્યાં સુધી ઉત્પાદન ભાગીદારીનો સવાલ છે ત્યાં સુધી આંશિક ખર્ચ વસુલાતનો ઉલ્લેખ નથી. આ અગાઉ પણ રિલાયન્સે મંત્રાલયને લવાદ માટે નોટિસ મોકલી હતી. ઉત્પાદન-ભાગીદારી કરાર હેઠળ ઓપરેટરોને ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં ૧૦૦ ટકા મૂડી ગત અને સંચાલન ખર્ચ કાઢવાનો અધિકાર છે. તેને કોઇ પણ પ્રકારે ઉત્પાદનના ખર્ચ સાથે સાંકળી ન શકાય.

મંત્રાલયે મધ્યસ્થતાના વિકલ્પનો અસ્વીકાર કરતાં જણાવ્યું હતું કે, આ કોઇ વિવાદ છે જ નહીં. અત્યાર સુધી આ મુદ્દે કોઇ વિવાદ નથી. અનુમાન કરતાં ઓછા ઉત્પાદનના કારણે આ ક્ષેત્રનો પૂરો ઉપયોગ થઇ રહ્યો નથી.

જોઇન્ટ સેક્રેટરી એ ગિરિધરની સહીવાળા પત્રમાં જણાવ્યું છે કે, આરઆઇએલને હજુ ૫.૬૯૩ અબજ ડોલર ડી-૧ અને ડી-૩ પર ખર્ચ્યા છે. આમાંથી ૪.૫૭૪ અબજ ડોલર ઉત્પાદન સવલતમાં ખર્ચાયા છે. ૩૧-૩-૧૧ના રોજ મંત્રાલયે કંપનીનું ધ્યાન દોર્યું હતું કે, તમે ડી-૧ અને ડી-૩ના ડેવલપમેન્ટ એરિયામાંથી પેટ્રોલિયમ ઓપરેશનમાંથી ૫.૨૫૮ અબજ ડોલર રિકવર કરી લીધા છે. કંપનીએ ૨૨ કુવાનું શારકામ કર્યું છે, તેમાંથી ૧૮માં ઉત્પાદન ચાલુ છે. ૧૮માંતી છ કુવા વધુ પડતી રેતી અને કાદના કારણે બંધ કરવા પડયાં છે. રિલાયન્સનું કહેવું છે કે ઓઇલ ક્ષેત્રમાંથી ધારણા કરતાં અત્યંત ઓછું ઉત્પાદન થતાં ખાસ્સું એવું ખર્ચ એળે ગયું છે. પરંતુ ઓઇલ મંત્રાલયે કમિટમેન્ટ પ્રમાણે કામ ન થયાનું જણાવીને નોટિસ પાઠવી છે.


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com