મુંબઈ 4, મે
ભલે અત્યાર સુધી બોલિવૂડની અભિનેત્રીઓ સાથે સુરેશ રૈનાનાં અફેરની અફવાઓએ જોર પકડ્યું હોય, પણ હકીકત એવી છે કે સુરેશને એવી યુવતી સાથે લગ્ન કરવા છે, જે તેમનાં પરિવારને સાચવી શકે. જેનાં કારણે તેઓ અભિનેત્રી સાથે લગ્ન કરવા માંગતા નથી.
રૈનાની ગણતરી ભારતીય ક્રિકેટ ટીમમાં સારા પ્લેયર તરીકે થાય છે. વર્લ્ડ કપ દરમિયાન રૈનાએ ટીમને ઘણી વખત બચાવી છે, તો હાલમાં આઈપીએલમાં પણ રૈના છવાયેલ છે. આઈપીએલમાં 2000 થી વધુ રન બનાવનાર રૈના સિવાય બીજુ કોઈ નથી.
અભિનેત્રી સાથે લગ્ન નહીં
જ્યારે રૈનાને તેમની મનપસંદ યુવતીનું પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, તમે મને બે વર્ષ બાદ કુંવારો જોશો નહીં. તમે ભલે મારું નામ કોઈપણ અભિનેત્રી સાથે જોડો પણ હું કોઈપણ બોલિવૂડ એક્ટ્રેસ સાથે લગ્ન કરવાનો નથી. હું મિડલ ક્લાસમાંથી આવું છું અને મને મારી લાઈફ પાર્ટનર પણ એવી જોઈએ છે, જે મારી સાથે એડજસ્ટ કરી શકે. (એટલે કે રૈના એવું માને છે કે હિરોઈન ઘરને સાચવી શકતી નથી.)
ટીમ મારા માટે ખાસ છે
રૈનાની ટીમ ચૈન્નઈ સુપરકિંગ્સ આ વખતે આઈપીએલમાં હેટટ્રિક બનાવવાની તૈયારી સાથે મેદાનમાં ઉતરી છે. મારા માટે આઈપીએલ ટીમ ખાસ છે. અમારી ખાસિયત અમારી બોન્ડિંગ છે. અમારી ટીમનાં કોચ અને કેપ્ટન અમને બધાથી અલગ તારવે છે.