લંડન 4, મે
હંમેશા વિવાદોમાં રહેનાર લિંડસે લોહાને એક સમારોહમાં સફાઈ કર્મચારીને 100 ડોલર આપ્યાં હતાં. વ્હાઈટ હાઉસમાં પત્રકારોનાં વાર્ષિક સંમેલનમાં લોહાને પોતાના વકીલ સાથે હાજરી આપી હતી.
લોહાનની મુલાકાત વ્હાઈટ હાઉસમાં એક વૃદ્ધ મહિલા સફાઈકર્મી સાથે થઈ હતી, જ્યા લોહાન તેની મહેનતથી પ્રભાવિત થઈ હતી. મહિલા કર્મચારીની દયા ખાઈને લોહાને તરત જ પોતાના પર્સમાંથી 100 ડોલર કાઢીને મહિલાને આપ્યાં હતાં. લોહાને જણાવ્યું હતું કે, તે ઘણાં સમયથી એક જ જગ્યાએ સારું કામ કરી રહી છે.