180X600.jpg
May 25,2016 12:57:48 AM IST
 

શું તમે ભારતમાં આવેલા આ સ્વર્ગની લીધી છે મુલાકાત

May 04, 2012 16:36
 
Travel,Tourist,Manali,Tour,Railway,Himachal pradesh Tags:   Travel Tourist Manali Tour Railway Himachal pradesh comment     E-Mail     Print    
 
Viewed: 12892
Rate: 4.8
Rating:
Bookmark The Article

મનાલી, તા. 04

કહેવાય છે કે કાશ્મીર એ દુનિયાનું સ્વર્ગ છે પરંતુ આજે અમે તમને અહીં એક એવા સ્વર્ગની વાત કરવા જઈ રહ્યા છીએ  જે ધરતી પરનું બીજું સ્વર્ગ છે. અને આ સ્વર્ગ છે હિમાચલ પ્રદેશ રાજ્યમાં સ્થિત કુલ્લુ ઘાટીનું પ્રસિદ્ધ પર્યટન સ્થળ મનાલી છે. મનાલી કુલ્લુથી ઉત્તર દિશામાં માત્ર 40 કિલોમીટરના અંતરે લેહ તરફ જનારી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઘાટીના ટોચ પર સ્થિત છે. મનાલી ભારતનું પ્રસિદ્ધ પર્વતીય સ્થળ છે. સમુદ્ધથ તળિયેથી તે 2050 મીટરની ઊંચાઈ પર સ્થિત મનાલી વ્યાસ નદીના કિનારે વસેલું છે. શિયાળામાં મનાલીનું તાપમાન  0°થી નીચે જતું રહે છે. મનાલીમાં તમે સુંદર પ્રાકૃતિક દ્રસ્યો સિવાય હાઈકિંગ, પેરાગ્લાઈડિંગ, રાફટિંગ, ટ્રેકિંગ, કાયકિંગ જેવી રમતોની મઝા પણ ઊઠાવી શકે છે.

મનાલીના જંગલો ફૂલો અને સફરજનનાં બગીચામાંથી ગળાઈને આવે છે સુગંધિત હવા હૃદય, મગજને તાજગીથી ભરી દે છે. સૌથી પહેલાં બરફછી ઢંકાયેલ પહાડ, સ્વચ્છ પાણી ધરાવતી કુલ્લુની ઘાટીના પૂર્વ છેડે વસેલ શાંત પર્વતીય પર્યટન સ્થળ છે. ખળખળ વહેતી વ્યાસ નદી અને શાંત નજારાથી ભરપૂર વાતાવરણ પોતાની તરફ ખેંચી લે છે.  મનાલીમાં રોમાંચક પર્યન પણ પ્રસિદ્ધ છે. અહીં સ્થિત પર્વતારોહણ સંસ્થાન રોમાંચક પર્યટનનાં ઈચ્છુકોને ગરમીઓમાં પર્વતારોહણની ટ્રેનિંગ પણ અપાય છે. મનાલી ઠંડીની ઋતુમાં રમાતી રમતો પર્યટકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે.
 
મુખ્ય આક્રષણો--
દરિયા કિનારેથી 2050 મીટરની ઊંચાઈ પર આવેલ આ મંદિર ધૂંગરી નામથી પણ ઓળખાય છે. અહીંની સ્થાનિક દેવી હિડિમ્બાને સમર્પિત છે. હિડિમ્બા મહાભારતમાં વર્ણવેલ ભીમની પત્ની હતી. મે મહનામાં અહીં એક ઉત્સવ મનાવાય છે. મહારાજ બહાદુર સિંહે આ મંદિર 1553 ઈં.માં નિર્માણ કરાવ્યું હતું. લાકડાનું બનેલું આ મંદિર પેગોડા શૈલીનું છે.
વસિષ્ઠ-
મનાલીથી ત્રણ કિલોમીટર દૂર વશિષ્ઠ સ્થિત છે. પ્રાચીન પથ્થરોથી બનેલ મંદિરોનું મોટું સમૂહ છે. એક મંદિર ભગવાન રામ અને બીજું સંત વશિષ્ઠને સમર્પિત છે.
કોઠી-
મનાલીથી  12 કિલોમીટર દૂર પર સ્થિત છે કોઠી. અહીંથી પહાડોનું મનોરમ દ્ધશ્ય નજરે પડે છે. અહીં વીસ નદી ઝડપથી વહે છે પાણી અદભુત નજારો રજૂ કરે છે.
રોહતાંગ-
મનાલીની આજુબાજુના વિસ્તારમાં સહેલાણીઓ માટે ઘણું બધું છે. પ્રકૃતિએ અહીં આવનાર માટે પોતાનો ખજાનો બે હાથે લૂંટાવ્યો છે. અહીંથી 51 કિલોમીટર દૂર પ્રસિદ્ધ પર્યટક સ્થળ રોહતાંગ છે અહીં દર વર્ષે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ફરવા આવે છે.
વ્યાસ કૂંડ-
આ કૂંડ પ્રવિત્ર વ્યાસ નદીના પાણીનો અખૂટ સ્ત્રોત છે. વ્યાસ નદીના ઝરણની સમાન અહીંથી પાણી ખૂબ વહે છે. અહીંનું પાણી તાજુ અને ઠંડું હોય છે. આંગળી નાખતાની સાથે તે સુન્ન થઈ જાય છે. આની ચારેબાજુ પથ્થર જ પથ્થર જોવા મળે છે, સાથે સાથે વનસ્પતિ ખૂબ પ્રમાણમાં હોય છે.

મનુ મંદિર-
જૂના મનાલીમાં સ્થિત મનુ મંદિરને સમર્પિત છે. અહીં આવીને તેમને ધ્યાન લગાવ્યું હતું. મંદિર સુધી પહોંચવાનો માર્ગ ખૂબ અઘરો છે.
અર્જુન ગૂફા-
કહેવાય છે કે મહાભારતમાં અર્જુને અહીં તપસ્યા કરી હતી. આ સ્થાન પર ઈન્દ્રદેવે તેમની પર પ્રસન્ન થઈને પશુપતિ અસ્ત્ર પ્રદાન કર્યું હતું.
ક્યારે જવું-
મનાલી જવા માટે ઉનાળામાં માર્ચથી લઈને જૂન સુધી જઈ શકાય. ઓકટોબરથી લઈને ફેબ્રુઆરી સુધી અહીં ભારે ઠંડી હોય છે.

કઈ રીતે જવું-
મનાલીથી 50 કિ.મી. દૂર ભુંટાર નજીક એરપોર્ટ છે. મનાલી જવા માટે અહીંથી બસ અથવા ટેકસીની સેવાઓ લઈ શકાય છે.
રેલમાર્ગ- જોગિંદર નગર નેરોગેજ રેલવે સ્ટેશન મનાલીનું નજીકનું રેલવે સ્ટેશન છે. જે મનાલીથી 135 કિલોમીટર છે. મનાલીથી 310 દૂર ચંદીગઢ નજીક બ્રોડગેડ રેલવે છે.
માર્ગ-
મનાલી હિમાચલ અને આજુબાજુના શહેરથી માર્ગ સાથે જોડાયેલું છે. રાજ્ય પરિવહન નિગમની બસો અનેક શહેરોથી મનાલી જાય છે. 
Share This

 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com