Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 05:02:14 PM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

શેરબજારમાં વિશ્વાસની કટોકટી,સેન્સેક્સ ચાર મહિનાનાં તળિયે

May 04, 2012 Business > Daily Trading Technicals
 
Tags:   Indian Stock Market News Sensex BSE Sensex Nse Sensex Stock Market News Stocks Market comment     E-Mail     Print    
 
Viewed: 3023
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

મુંબઈ 4, મે

ડોલર સામે રૂપિયાનું સતત ધોવાણ અને આંતરરાષ્ટ્રીય બજારના નકારાત્મક સંકેતોના કારણે ભારતીય શેરબજારોમાં કડાકો નોંધાયો. શેરબજારે બાર વાગ્યા સુધીમાં બેન્ચમાર્ક સુચકાંકોમાં એક પછી તમામ ટેકા ગુમાવી દેતા સેન્સેક્સ ૩૨૦.૧૧ પોઇન્ટ તૂટીને ૧૬,૩૮૧.૦૮ અને નિફ્ટી ૧૦૧.૫૫ પોઇન્ટ તૂટીને ૫,૦૮૬.૮૫ની સપાટીએ બંધ રહ્યાં હતાં. ભારતીય શેરબજારો ચાર મહિનાનાં તળિયે આવી ગયાં છે. અમેરિકી જોબ માર્કેટના ડેટા મિશ્ર આવતાં વૈશ્વિક બજારોમાં પણ અનિશ્ચિતતાનો માહોલ જોવા મળ્યો હતો. જનરલ એન્ટિએવોઇડન્સ રૂલ (ગાર)ની અસ્પષ્ટતાના કારણે એફઆઇઆઇ પણ મોટાપાયે વેચવાલી કરી રહી છક, આના કારણે શેરબજારમાં રીતસર વિશ્વાસની કટોકટી પેદા થઇ છે. સાતમી મેના રોજ 'ગારલ્લ અંગે પ્રણવ દા સ્પષ્ટતા કરવાના છે તેના પર બજારની નજર રહેશે.

સેન્સેક્સ ૧૭,૦૦૦ અને નિફ્ટી ૫,૧૦૦ની મહત્ત્વની સપાટી ગુમાવી ચાર મહિનાનાં તળિયે

સપ્તાહનાં કામકાજ દરમિયાન સેન્સેક્સ બે ટકા, નિફ્ટી ત્રણ ટકા, સ્મોલ કેપ અઢી ટકા અને મિડકેપ ઇન્ડેક્સમાં ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો છે. અમેરિકી અને એશિયાઈ બજારો નેગેટિવ ખુૂલતાં ભારતીય શેરબજારોેમાં પણ ઘટાડા સાથે જ શરૃઆત થઇ હતી. અધૂરામાં પૂરુંં રૃપિયામાં સતત ધોવાણ ચાલુ રહેતાં શેરબજારમાં પણ ઘટાડાનો સિલસિલો ચાલુ જ રહ્યો. બપોરે બાર વાગ્યા બાદ સેન્સેક્સે ૧૭,૦૦૦ની મહત્ત્વની સપાટી ગુમાવી દીધી હતી. યુરોપીય બજારો નરમાઇ સાથે ખૂલવાને કારણે ઘરેલુ બજારો પરનું દબાણ વધ્યું હતું અને નિફ્ટીએ પણ ૫,૧૦૦ની મહત્ત્વની સપાટી ગુમાવી દીધી હતી.

 'ગારલ્લની ચિંતા પાછળ ડોલર સામે રૃપિયો જોતજોતાંમાં પ૪નાં લેવલની નજીક આવી ગયો તેના કારણે બજારની કમર સાવ તૂટી ગઇ અને એક તબક્કે સેન્સેક્સ ૩૭૪ પોઇન્ટ સુધી નીચે આવી ગયો હતો. નિફ્ટીએ પણ ૫૦૭૫નું લેવલ તોડી નાખ્યું હતું. આજે બેંક, મેટલ, કેપિટલ ગુડ્સ, પીએસયુ, રિયલ્ટી, પાવર, કન્ઝ્યુમર ડયુરેબલ્સ અને ઓટો શેરોમાં ત્રણથી પોણા ચાર ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. ઓઇલ એન્ડ ગેસ, ટેક્નોલોજી, એફએમસીજી અને આઇટી શેરોમાં એકથી દોઢ ટકાનો ઘટાડો નોંધાયો હતો. સ્મોલ કેપ અને મિડ કેપ ઇન્ડેક્સમાં પણ બે ટકાનો ઘટાડો નોંધાયો હતો.

ગારલ્લની ચિંતામાં સેન્સેક્સમાં ૩૨૦.૧૧ અને નિફ્ટીમાં ૧૦૧.૫૫ પોઇન્ટનો કડાકો

યુએસ માર્કેટના જોબ ડેટાનાં કારણે વૈશ્વિક બજારમાં પણ નરમાઈ

આજે સિન્ડિકેટ બેન્ક બેન્ક ઓફ બરોડા, પેન્ટાલૂન રિટેલ અને આઇઆરબી ઇન્ફ્રાના શેરો મોટાપાયે ધોવાયા હતા. બેલના શેરમાં પાંચ ટકાનો ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સના ૩૦ શેરમાંથી ૨૫ ઘટયા હતા. રિલાયન્સને રૃ. ૬,૦૦૦ કરોડની નોટિસ મળતાં શેરના ભાવમાં ૧.૭ ટકાનો ઘટાડો થયો હતો. સેન્સેક્સમાં આઇસીઆઇસીઆઇ બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો અને રિલાયન્સનો કડાકામાં ૧૦૧ પોઇન્ટનો ફાળો રહ્યો હતો. પેન્ટાલૂન રિટેલ ૧૩ ટકા ઘટીને ૧૬૧ની સપાટીએ બંધ રહ્યો હતો. બીઓબીના શેરમાં છ ટકાનો ઘટાડો નોંધાયો હતો. બીએસઈ ખાતે ૨,૯૧૩ શેર વધ્યા અને ૨,૦૬૭ શેર ઘટયા હતા.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે હાલ બજારમાં ખાસ દમ લાગતો નથી. 'ગારલ્લની સ્પષ્ટતા આવે તે પહેલાં એફઆઇઆઇ પોતાનાં લેણ ફૂંકી રહી છે. મેકવાયરીને આખો પોર્ટફોલિયો વેચી દીધો છે. કંપની પરિણામો પણ અપેક્ષા પ્રમાણેનાં આવી રહ્યાં છે અને ખાસ મોટો ધમાકો કરી શકે એવાં પરિણામોની આશા નથી લાગતી.


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com