લંડન : 4, મે
ગઇ સિઝનમાં ફેબ્રુઆરીમાં માન્ચેસ્ટર સિટી સામેની ઇંગ્લિશ પ્રીમિયર લીગ મેચ વખતે માન્ચેસ્ટર યુનાઇટેડના વેઇન રૂનીએ ફટકારેલી ઓવરહેડ કિકને પ્રીમિયર લીગના છેલ્લા બે દાયકાનો શ્રેષ્ઠ ગોલ જાહેર કરવામાં આવ્યો છે. પ્રીમિયર લીગના છેલ્લા બે દાયકામાં કયા પ્લેયરનો ગોલ શ્રેષ્ઠ તે અંગે ચાહકો પાસેથી વોટ માગવામાં આવ્યા હતા, જેમાં વેઇન રૂનીને સૌથી વધુ ૨૬ ટકા વોટ મળ્યા છે. બર્ગકેમ્પ ૧૯ ટકા ગોલ સાથે બીજા ક્રમે આવ્યા છે.