Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 06:08:32 AM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

'વોગ'માં ૧૬ વર્ષથી નાની મોડલ્સ નહીં દેખાય

May 04, 2012 Offbeat
 
Tags:   World Vogue Skinny Models Fashion Intertnational Ramp Magazine comment     E-Mail     Print    
 
Viewed: 1000
Rate: 5.0
Rating:
Read in English
Bookmark The Article

 ન્યૂયોર્ક ૪ મે

  • તમામ ૧૯ એડિશનોના એડિટર્સે બોડી ઇમેજ અંગેનો ફેશનનો અભિગમ બદલવા સમજૂતી કરી

જાણીતા ફેશન મેગેઝિન 'વોગ'ની તમામ ૧૯ એડિશનોના એડિટર્સે બોડી ઇમેજ અંગેનો ફેશનનો અભિગમ બદલવાના પ્રયાસરૃપે તેમનાં મેગેઝિનમાં ૧૬ વર્ષથી નાની મોડલ્સના ફોટોગ્રાફ્સ કે લેખ પ્રકાશિત નહીં કરવાની એક સમજૂતી કરી છે.

આ એડિટર્સમાં ૨૦૧૦માં ૧૦ વર્ષની એક બાળકીનું ફોટોસ્પ્રેડ છાપીને વિવાદ સર્જનારા 'વોગ'ની પેરિસ એડિશનનાં ઇમેન્યુલી ઓલ્ટ અને ફ્લેગશિપ યુએસ એડિશનનાં એના વિન્ટૌર સહિતના એડિટર્સનો સમાવેશ થાય છે. 'વોગ' મેગેઝિન પ્રકાશિત કરતી કંપની કોન્ડે નાસ્ટ ઇન્ટરનેશનલના ચેરમેન જોનાથન ન્યૂહાઉસે કહ્યું હતું કે, 'વોગ' મેગેઝિનનું માનવું છે કે સારું સ્વાસ્થ્ય એ જ સુંદરતા છે. મેગેઝિનના દુનિયાભરના એડિટર્સ એમ ઇચ્છે છે કે મેગેઝિન મોડલ્સની હેલ્થ માટેની પોતાની કટિબદ્ધતા પ્રતિબિંબિત કરે.

'વોગ'ના જૂન મહિનાના અંકમાં પણ પ્રકાશિત થનારી એડિટર્સની ૬ મુદ્દાની સમજૂતીમાં તેમણે ૧૬ વર્ષથી નાની કે 'ઇટિંગ ડિસઓર્ડર' ધરાવતી મોડલ્સ સાથે કામ નહીં કરવાનો નિર્ધાર કર્યો છે. એડિટર્સે ઉમેર્યું હતું કે, "અમે એવી મોડલ્સ સાથે જ કામ કરીશું કે જે અમારા મતે તંદુરસ્ત હોય અને હેલ્ધી બોડી ઇમેજ પ્રમોટ કરવામાં અમને મદદરૃપ થાય."

  • મોડલિંગ એજન્સીઓને પણ અન્ડરએજ મોડલ્સ ન મોકલવા સૂચના અપાશે

એડિટર્સ મોડલિંગ એજન્સીઓને પણ સૂચના આપશે કે તેઓ અન્ડરએજ મોડલ્સ ન મોકલે. કાસ્ટિંગ ડિરેક્ટર્સને પણ ફોટોશૂટ પૂર્વે મોડલ્સના આઇડી પ્રૂફ ચેક કરવા જણાવાશે.

દરમિયાન, સારી ર્વિંકગ કન્ડિશન્સ માટેની ઝુંબેશના ભાગરૃપે ગત ફેબ્રુઆરીમાં રચાયેલા ન્યૂયોર્કસ્થિત ફેશન મોડલ્સના 'ધ મોડલ અલાયન્સ'એ 'વોગ'ના એડિટર્સની સમજૂતીનું સ્વાગત કર્યું છે અને આશા વ્યક્ત કરી છે કે અન્ય મેગેઝિન્સ પણ આ પ્રકારની સમજૂતી કરશે, કેમ કે કોઇ મોડલ અન્ડરએજ હોય તો તેનું નાણાકીય શોષણ થવાનું જોખમ રહે છે, તે ઉપરાંત ઇટિંગ ડિસઓર્ડર અને શાળાકીય અભ્યાસમાં અવરોધ જેવી સમસ્યાઓ પણ રહે છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com