મુંબઇ, તા. ૪
સળગ ત્રીજા સપ્તાહે વિદેશી હૂંડિયામણ (ફોરેક્સ રિઝર્વ) ની અનામતોમાં વધારો નોંધાયો છે. મહત્ત્વની વિદેશી ચલણની એસેટમાં વધારો થતાં ફોરેક્સ રિઝર્વ ૭૫.૮ કરોડ ડોલર વધીને ૨૯૫.૩૬ અબજ ડોલર થઇ છે. ૨૭ એપ્રિલના અંતે પૂરા થયેલા સપ્તાહના અંતે વિદેશી ચલણની એસેટ ૭૩૬૪ લાખ ડોલર વધીને ૨૬૦.૯૫ અબજ ડોલર થઇ છે, એમ આરબીઆઇના ડેટામાં જણાવ્યું છે. વિદેશી ચલણની એસેટ યુએસ ડોલરમાં ગણાય છે, તેમાં યુએસ સિવાયના ચલણના મૂલ્યના વધારા કે ઘટાડાની ગણતરી ઘ્યાને લેવાય છે. સોનાની અનામતો ૨૭.૦૨ અબજ યથાવત રહી છે. સમીક્ષાના સપ્તાહ દરમિયાન સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (એસડીઆર) વધીને ૧૩૨ લાખ ડોલર વધીને ૪.૪૭૦ અબજ ડોલર રહ્યાં છે.આઇએમએફ પાસે દેશની અનામતોની સ્થિતિ ૮૭ લાખ ડોલર વધીને ૨.૯૧૩ અબજ ડોલર થઇ છે એમ આરબીઆઇના આંકડામાં જણાવાયું છે.