Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 09:05:58 AM IST
 

સુંદર છતાં પરોપજીવી ફૂલછોડ ઓર્કિડ્સ (ગાર્ડનિંગ)

May 04, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 849
Rate: 0
Rating:
Bookmark The Article

ગાર્ડનિંગ - પુષ્પાંજલિ

આજે ખૂબ લોકપ્રિય બનેલાં ઓર્કિડસ સુંદર, મનમોહક અને વિશિષ્ટ આકારવાળા ફૂલો ધરાવતા છોડ છે. આ છોડ ઉછેરવો અઘરો છે. છતાં ખાસ પ્રકારની આબોહવા અને માવજત આપવામાં આવે તો તે સરસ રીતે પાંગરે છે. નવાઈ લાગે તેવી વાત એ છે કે આ નાજુક, સુંદર છોડ પરોપજીવી છે.

ઓર્કિડ્સમાં અનેક જાતના કદ, આકાર રંગ, સુગંધ કે સંગંધ વિહિનતા જોવા મળે છે. ખૂબ ઝડપથી બદલાતા વર્ગનો આ છોડ છે. જેની ૨૮૦૦૦થી વધુ જાતો છે. આ છોડને ઉછેરવાની રીતને જો સારી રીતે સમજવામાં આવે તો તેને ઉછેરવાનું કામ અઘરું નથી. તેને ઉછેરવાની ક્રિયા ચિકિત્સા સમાન અને અત્યંત સંતોષપ્રદ છે. તેની કેટલીક જાતો વર્ષમાં બે-ત્રણવાર ફૂલો આપે છે.

વૃદ્ધિના ક્રમની દૃષ્ટિએ જોઈએ તો ઓર્કિડસને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે. આ ત્રણ ભાગો એપીફાઈટ્સ લિથોફાઈટ્સ અને ટેરેસ્ટ્રીયલ્સ તરીકે ઓળખાય છે. તેમાંથી એપીફાઈટ્સ ઘર માટે અનુકૂળ છે. તે વૃક્ષના થડ અથવા ડાળીઓના આધાર લઈને વધે છે. તેઓ પોતાનું પોષણ હવા, વરસાદ કે પાણી તેમજ મૂળ સાથે સંપર્કમાં આવતી કહોવાયેલી વનસ્પતિમાંથી મેળવે છે. તેના મૂળ ઘણીવાર હવામાં લટકતા હોય છે.

લીથોફાઈટ્સ વૃક્ષોની નજીક જમીન પર અથવા ડાળીઓની શાખાઓ પર અથવા ખડકમાંની તિરાડોમાં ઊગે છે. તે કહોવાયેલી શેવાળ, લીલ, ફૂગ, તેમજ ધોવાયેલી માટીમાંથી પોષણ મેળવે છે. ટેરેસ્ટ્રીયલ્સ માટીને પસંદ કરતાં હોવાથી જમીન પર ઊગે છે. અને ખાસ પ્રકારની ફૂગમાંથી પોષણ મેળવે છે. મોટાભાગનાં ઓર્કિડસ આ પ્રકારની ફૂગમાંથી પોષણ લઇને ઊગે છે. આવી ફૂગ વગરના વાતાવરણમાં વાવેલા ઓર્કિડ્સ સારી રીતે ખીલતા નથી. મૂળ સ્થાનેથી ખસેડવામાં આવેલાં અને ફૂગના પોષણથી વંચિત થયેલા ઓર્કિડ્સ પણ મરી જાય છે.

સિંગાપોર ઓર્કિડ્સ- પ્રેમીઓનું સ્વર્ગ છે. આ ફૂલ સિંગાપોરનું રાષ્ટ્રીય ફૂલ છે. તેથી ત્યાં તેનું વિશાળ વૈવિધ્ય જોવા મળે છે. ૧૮૫૯ની સાલથી આ ફૂલ ત્યાંના બોટનિકલ ગાર્ડન્સમાં સ્થાન પામ્યું છે. ઈ.સ. ૧૯૨૮માં શરૂ થયેલો ઓર્કિડ્સ- બ્રીડિંગનો કાર્યક્રમ આજે અસંખ્ય હાઈબ્રીડ- ઓર્કિડ્સની જાતો વિકસાવી ચૂક્યો છે. આ ફૂલોનું સૌંદર્ય હસ્તકળાના શિલ્પની યાદ આપે છે. આ ફૂલની જાતોમાં દર વર્ષે વધારો થતો રહે છે. સિંગાપોરમાં ચાંગી એરપોર્ટ, બોટનિકલ ગાર્ડન્સ, મંડઈ ઓર્કિડ ગાર્ડન વગેરે વિશ્વના શ્રેષ્ઠ ઓર્કિડ- ગાર્ડન્સમાં સ્થાન ધરાવે છે.

ભારતમાં હિમાલય પર્વતમાળાનો પાંચેક હજાર કિલોમીટરનો વિસ્તાર વિવિધ પ્રકારની વનસ્પતિથી સુશોભિત છે. આ વિસ્તારમાં ઓર્કિડની આશરે નવસો જાતો છે. તેમાંથી સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં સૌથી વધુ જાતો જોવા મળે છે. કાલિમ્પોન્ગ સિક્કિમનું 'ઓર્કિડ- કેપિટલ' છે. આ શહેરનું નામ 'સફેદ રંગના ઓર્કિડનું નગર' એવો અર્થ ધરાવે છે. 'કાલિમ' એટલે સફેદ અને 'પોન્ગ' એટલે ઓર્કિડ. સિક્કિમના ટુરિઝમ વિભાગ દ્વારા વાર્ષિક ઓર્કિડ- ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે.

ભારતના દક્ષિણ ભાગમાં નીલગીરી પર્વતમાળામાં ઓર્કિડ્સનું વાવેતર થાય છે. ત્યાં આ ફૂલની આશરે ૩૧૫ જાતો જોવા મળે છે. આંદામાન- નિકોબારમાં પણ ૧૦૪ જાતો છે.

એશિયાના અન્ય દેશોમાં મલેશિયા, થાઈલેન્ડનો સમાવેશ થાય છે. જ્યાંની આબોહવા ઓર્કિડ્સ માટે અનુકૂળ છે. મલેશિયામા જોહોર, સીલીન્ગોર, ઇપોહ, પેનાન્ગ તેમજ કુઆલા-લમ્પુરની આસપાસના ક્ષેત્રોમાં આ ફૂલો ઉગાડવામાં આવે છે. અહીં ઓર્કિડ્સના અનેક ખેતરો છે. નજીકના થાઈલેન્ડમાં બેંગકોક અને તેની આસપાસના વિસ્તારોમાં ઓર્કિડ્સનું વાવતેર કરવામાં આવે છે. અહીં આશરે ૨૩૦૦ હેક્ટર્સ જેટલાં વિસ્તારમાં આ ફૂલ ઉગાડવામાં આવ્યા છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com