લંડન, તા. 05
ક્યાંક તમારામાં સેકસની ઈચ્છા દબાઈતો નથી ?તો હવે બસ એક ગિલાસ દાડમનો રસ પી લેજો. ઓછામાં ઓછા 15 દિવસ સુધી આના રસનું સેવન કરો અને પછી તેની અસર જોજો.
જી હા, એડિનબર્ગની ક્વીન માર્ગેટ યુનિવર્સિટીના સંશોધકોએ જોયું કે જે પુરુષ અને મહિલાઓ નિયમિત એક ગિલાશ દાડમનો રસ એક પખવાડિયા સુધી પીવે છે તેમાં ટેસ્ટોસટેરોન હોર્મોનનું સ્તર વધે છે. આ હોર્મોન સ્ત્રી અને પુરુષ બંનેમાં સેકસની ઈચ્છા વધારે છે.
આ અભ્યાસ 58 વોલેન્ટિયર પર કરવામાં આવ્યો જેની ઉંમર 21 વર્ષથી 64 વર્ષની વચ્ચે હતી. એક પખવાડિયાના અંત સુધી સ્ત્રી અને પુરુ, બંનેમાં ટેસ્ટોસ્ટેરોન સ્તરમાં વધારો જોવામાં આવ્યો હતો. પુરુષોમાં મૂંછ, દાઢીને પ્રભાવિત કરે છે, અવાજ ભારે કરે છે, અને તેની સાથેસાથે સેકસની ઈચ્છામાં વધારો કરે છે.
સંશોધકોએ જોયું કે આનાથી મહિલા એડ્રિનલ ગ્લેન્ડ અને ગર્ભાશય પર અસર કરે છે. તેમને સેકસની ઈચ્છા વધારે છે. સાથે તેમના હાડકાં તથા માંશપેશિયા મજબૂત થાય છે.
સંશોધકોની વાત માનવામાં આવે તો ટેસટોટટેરોનનો એક વધુ ફાયદો થાય છે. આ તમારા મૂડને સારું કરે છે. સાથે સાથે સ્મૃતિ વધારે છે. તણાવથી તમને મુક્તિ અપાવશે. એક અહેવાલ પ્રમાણે એડિનબર્ગ રિસર્ચમાં ભાગ લેનાર લોકોનું ટેસટોસટેરોનનું સ્તર, બ્લડ પ્રેશર અને એક વૈજ્ઞાનિક માપદંડનો ઉપયોગ કરતા ડર, દુખ, પસ્તાવો, શરમ સહિત 11 ભાવનાઓનું સ્તર માપવામાં આવ્યું હતું.
અભ્યાસમાં જોવા મળ્યું કે ટેસટોસટેરોનનું સ્તર 16 ટકાથી 30 ટકા સુધી વધ્યું હતું , જ્યારે બ્લડ પ્રેશરમાં ભારે ઘટાડો આવ્યો હતો. આનાથી સકારાત્મક ભાવનાઓ વધી હતી અને નકારાત્મક ભાવનાઓ ઘટતી જોવા મળી હતી.