લંડન 5, મે
ભારતીય મૂળનાં એક ડોક્ટરે લેબર પાર્ટી તરફથી ઈલિંગ અને હિલિંગડન સીટ પરથી જીત મેળવી હતી. તેમણે લંડનનાં પૂર્વ કન્ઝરવેટિવ ડેપ્યૂટી મેયરને હરાવી જીત મેળવી હતી.
લેબર પાર્ટીનાં ઓંકાર સિંહ સહોતાએ કન્ઝરવેટિવ વપાર્ટીનાં રિચર્ડ બારનેસને 3110 મતથી હરાવ્યાં હતાં. સહોતાએ 65584 મત સાથે અને બારનેસે 62474 મતો મેળવ્યાં હતાં.
લિબરલ ડેમોક્રેટિકનાં માઈકલ ફ્રાંસિસ કોક્સ 11805 મતો સાથે ત્રીજા સ્થાને આવ્યાં હતાં અને ગ્રીન પાર્ટીનાં માઈક હાર્લિંગ માત્ર તેમનાં કરતાં થોડા મતો કરતાં આગળ હતાં. બારનેસ 2008માં લંડનમાં ડેપ્યૂટી મેયર બન્યાં હતાં.
સહોતાએ જણાવ્યું હતું કે, તેમની જીત કન્ઝરવેટિવ પાર્ટી માટે સ્પષ્ટ સંદેશ છે કે જે નીતિઓ તેમને અપનાવી છે, તે લોકોને જરાપણ સ્વીકાર્ય નથી.