નવી દિલ્હી 05, મે
નિર્મલ બાબા બાદ હવે પોલ દિનાકરન ઉર્ફ પોલ બાબા સમાચારોમાં છે. નિર્મલ બાબા કરતા 17 ગણી વધારે ધન સંપત્તિના માલિક ઇસાઇ ધર્મ પ્રચારક પોલ દિનાકરન પર ઉમા ભારતીએ પોતાનું નિશાન સાધ્યું હતું. ઉમાએ કહ્યું હતું કે જ્યારે નિર્મલ બાબાની કૃપા સામે લોકોને શંકા છે તો પછી પોતાના ભક્તોના ઉદ્ધારનો દાવો કરનારા ઇસાઇ ધર્મ ગુરૂ પોલ દિનાકરન સામે કેમ કોઇ સવાલો કરવામાં નથી આવતા. પોલ દિનાકરન ચેન્નઇના ઇસાઇ ધર્મ પ્રચારક છે.
પોલ દિનાકરન ઉર્ફ પોલ બાબા ચેન્નઇના ઇસાઇ ધર્મ પ્રચારક ડોક્ટર ડીજીએસ દિનાકરનના પુત્ર છે. ડોક્ટર ડીજીએસ દિનાકરને દાવો કર્યો હતો કે, મેં ઇસા મસીહને સાક્ષાત પોતાની આંખોથી જોયા છે. તેઓના જણાવ્યા અનુસાર જ્યારે તેઓ જીવનથી કંટાળીને આપઘાત કરવા જઇ રહ્યા હતા, ત્યારે ક્રાઇસ્ટે ખુદ તેમની સામે આવીને તેઓને આપઘાત કરતા રોક્યા હતા.
4 સપ્ટેમ્બર 1962ના જન્મેલા ડોક્ટર પોલ દિનાકરને પણ ધર્મ પ્રચારની શરૂઆતના કેટલાક અંદાજમાં કરી હતી. પોલે કહ્યું કે જ્યારે તેઓ યુવા હતા તો પોતાના ભવિષ્યને લઇને પરેશાન છે. પોલના જણાવ્યા અનુસાર આ દરમિયાન તેમના પિતાએ તેમની વાત ઇસા મસીહ સાથે કરાવી હતી અને તેઓને જ્ઞાન આપ્યું હતું. પોતાના પિતાના નિધન બાદ પોલે પણ ઇસાઇ ધર્મના પ્રચારના નામ પર સભાઓ કરવાની શરૂ કરી દીધી હતી.
પોલ બાબા પોતાની પ્રાર્થનાઓની શક્તિથી અનુયાયીઓને શારીરિક અને અન્ય સમસ્યાઓમાંથી બહાર આવવાનો દાવો કરતી હતી. પોલ ભક્તોએ પ્રીપેડ કાર્ડની માફક પ્રેયર પેકેજ વેચે છે. એટલે કે, તેઓ જેના માટે ઇશ્વર પાસે પ્રાર્થના કરે છે, આ માટે તેઓ મોટી રકમ પણ વસૂલતા હતા. પોલની સભાઓમાં લગભગ એક લાખ સુધીના ભક્તો સામેલ થાય છે.
2008માં પોલ પોતાના પિતા દ્વારા બનાવવામાં આવેલી કારૂણ્યા યુનિવર્સિટી અને જીજસ કોલ્સ નામની સંસ્થાના સર્વેસર્વા બની ગયા હતા. પોલ દિનાકરણ પોતાના પ્રવચનોથી ઇસા મસીહની કૃપા વરસાવવાનો દાવો કરતા હતા અને આ કામમાં તેમના પરિવારના બાકી સભ્યો પણ સામેલ છે. પોલ દિનાકરનનું વાર્ષિક ટર્ન ઓવર 5 હજાર કરોડ કરતા વધાર છે. પોલ બાબા ભારત સરકારની નેશનલ મોનિટરિંગ કમિટિ ફોર માઇનોરિટી એજ્યુકેશનના સભ્યો પણ છે. પોલની એક 24 કલાકની ચેનલ રેનબો પણ છે.
પોલ દિનાકરનની સભાઓનું પ્રસારણ લગભગ 9 દેશોની ટીવી ચેનલો પર હોય છે. પોલ જીજસ કોલ્સ મિનિસ્ટ્રીના નામ પર મેરેજ બ્યુરો, જોબ બ્યુરો અને અન્ય કાર્ય પણ કરે છે. પોલની વેબસાઇટ છે, જેના પર ઓનલાઇન ડોનેશનની માંગણી કરવામાં આવે છે. આ સિવાય પોલ બાબાની વેબસાઇટ પર એક અન્ય બિઝનેસ બ્લેસિંગ પ્લાન પણ છે, જેમાં બિઝનેસ માટે અલગથી પ્રાર્થના કરવા માટે એવજમાં ફી રાખી છે.