ઇન્ટિમસી - કામિની મોટવાણી
સ્ત્રીઓ રહસ્યમયી હોય છે, એવું મોટાભાગના પુરુષો માનતા હોય છે. પુરુષો તેમના અંતરમનને જાણવા અથાક પ્રયત્નો કરે છતાં પણ જાણી શકતા નથી. ખાસ કરીને બેડરૂમમાં પોતાની પાર્ટનર શું ઇચ્છે છે, શું નહીં? અલબત્ત, તમે જો તમારી પાર્ટનરની બોડી લેન્ગેવેજનું નિરીક્ષણ કરો તો તમને તેના મૂડ અને ગમા-અણગમાનો ખ્યાલ આવી શકે
સ્ત્રીઓ ભાગ્યે જ સમાગમ વખતે કે તેના વિશે ચર્ચા કરતી હોય છે. પુરુષ પાર્ટનરને ઘણી વાર તો ખબર જ નથી પડતી કે તેને શું ગમે છે અને શું નહીં? તેને શેમાં વધારે આનંદ મળે છે? પુરુષો જો સ્ત્રીની પ્રતિક્રિયાઓ કે બોડી લેન્ગવેજનો અભ્યાસ કરે તો તેને ઘણા બધા સવાલોના જવાબ મળી શકે. પણ તમે જો જો સ્ત્રીની પ્રતિક્રિયાને ન સમજી શકતા હો તો ગભરાવાની કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બેડરૂમમાં એક ખાસ ક્ષણો દરમિયાન તમારી પાર્ટનરની બોડી લેંગ્વેજ શું કહે છે, તે જાણી લો. જો તમે સાચી રીતે તેમની બોડી લેંગ્વેજને ઓળખીને તે મુજબ વ્યવહાર કરશો તો તમે બન્ને સમાગમનો સાચો આનંદ માણી શક્શો.
પાર્ટનરના હાથ ક્યાં છે?
સમાગમ દરમિયાન જો તમારી પાર્ટનરના હાથ તમને પકડવાને બદલે પોતાના શરીર પર ચીપકેલા હોય તો થોડું વિચારો અને સમજવાનો પ્રયત્ન કરો. એવું બની શકે કે તે તમારું વજન સંભાળવાનો પ્રયત્ન કરી રહી હોય. જો તેના હાથ તમારી છાતી પર હોય તો એવું બની શકે કે તે તમને એવો સંદેશો આપવા માંગતી હોય કે આ પોઝિશનમાં તે કંફર્ટેબલ છે.
તે ઝડપી શ્વાસ લઈ રહી છે?
શ્વાસ એક એવી વસ્તુ છે જે નકલી ન લઈ શકાય એટલે કે કોઈ પણ વ્યક્તિ બળજબરીપૂર્વક ઝડપી શ્વાસ ન લઈ શકે. સમાગમ દરમિયાન જ્યારે તમારી પાર્ટનર ઉત્તેજિત હશે, સમાગમને એન્જોય કરી રહી હશે ત્યારે તેના શ્વાસ આપોઆપ ભારે થઈ જશે અને ઝડપથી શ્વાસ ચાલવા લાગશે. જ્યારે તે ચરમસીમા તરફ આગળ વધી રહી હોય ત્યારે આપોઆપ ઝડપી શ્વાસની સાથે ગળામાંથી અવાજ પણ આવવા લાગે છે. આ દરમિયાન તે અચાનક જ શાંત થઈ જાય, શ્વાસ ધીરે-ધીરે ધીમા પડી જાય તો સમજી લેવું કે તેને ચરમસીમાનો આનંદ મળી ગયો છે અને આપનો સમાગમ સફળ રહ્યો છે, પરંતુ તેના માટે તમારી પાર્ટનરના શ્વાસની રીધમને સમજવી જરૂરી છે.
અન્ય ખાસ પ્રકારનો વ્યવહાર
જ્યારે તમારી પાર્ટનરનું શરીર તમારા શરીર તરફ વધારે ઝૂકી રહ્યું હોય કે નજીક આવી રહ્યું હોય તો સમજવું કે તે તમારી નજીક આવવા માગે છે. જો તે તમારી તરફ હજુ પણ વધુ ઝૂકી રહી હોય, પોતાના શરીરથી તમારા શરીરને દબાવી રહી હોય અથવા તમને જકડવાનો પ્રયત્ન કરી રહી હોય તો સમજવું કે તે સમાગમ માટે તમને આમંત્રણ આપી રહી છે. તે પોતાના પગના પંજાને એકબીજા સાથે ઘસી રહી હોય અથવા તમારા પગ પર તેના પગનો પંજો ફેરવી રહી હોય તો પણ સમજવું કે તે તમને સમાગમ માટે આમંત્રણ આપી રહી છે. તેના આમંત્રણને માન આપીને સમાગમની ક્રિયાને આગળ વધારવી જોઈએ. તેનો વ્યવહાર તથા ઉત્તેજના પર ધ્યાન આપી સમાગમની પોઝિશન પણ બદલતા રહેવું જોઈએ.
બોડી મૂવમેન્ટ
તમારી પાર્ટનરની બોડી મૂવમેન્ટ (શરીરની ગતિવિધિઓ) પર ધ્યાન આપો. સમાગમમાં કઈ ક્રિયા દરમિયાન તેમની બોડી વારંવાર મૂવ કરી રહી છે, તેના પર ધ્યાન આપો અને સમજવાનો પ્રયત્ન કરો. જોકે શરૂઆતમાં એ સમજવામાં તમને ઘણો સમય લાગશે કે તમારી પાર્ટનરની બોડી મૂવમેન્ટ શું કહી રહી છે, પરંતુ તેના માટે તમારે પાર્ટનરના એક્સપ્રેશન (હાવભાવ) પર નજર રાખવી પડશે. ખાસ કરીને તેમની હિપ્સની મૂવમેન્ટ પર ધ્યાન આપો. જોકે બોડી મૂવમેન્ટને આધારે એક સ્ત્રી જે દર્શાવતી હોય તે બીજી ન પણ દર્શાવતી હોય. બધી જ સ્ત્રીઓને એકસરખી બોડી મૂવમેન્ટ અલગ-અલગ ભાવ કે ઇચ્છા દર્શાવતી હોય તેવું બની શકે.
સમાગમ પહેલાં, દરમિયાન અને સમાગમ પછી પણ તમારી પાર્ટનરની બોડી લેંગ્વેજ શું કહે છે, તે જાણવાનો પ્રયત્ન કરો અને તેને અનુસાર જ વ્યવહાર કરો. હંમેશાં એક જ રૂટિનમાં ન રહેશો, તમારા બેડરૂમના વ્યવહારને વધારે સ્પાઈસી બનાવવાનો પ્રયત્ન કરો.