અમદાવાદ : ૫ મે ૨૦૧૨
ઝી ટીવીની અત્યંત લોકપ્રિય સિરિયલ 'પવિત્ર રિશ્તા'થી લોકપ્રિય થયેલો 'માનવ' એટલે કે સુશાંત સિંઘ રાજપૂત સિરિયલને ૧૮ વર્ષ લંબાવાતા તેમાંથી નીકળી ગયો હતો. આ સિરિયલ છોડયા પછી તેના કોઇ સમાચાર ન હતા. પરંતુ તાજેતરમાં મળેલા સમાચારો મુજબ, સુશાંતે એક ફિલ્મ સાઇન કરી છે. ફિલ્મમેકર અભિષેક કપૂરે તાજેતરમાં ચેતન ભગતના પુસ્તક 'થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઇફ' પરથી 'કાઇ પો છે' નામની ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે, જેના ત્રણ મુખ્ય પાત્રોમાંનો એક સુશાંત હશે. આ ફિલ્મમાં સુશાંત સાથે ટેલિવૂડના જાણીતા એક્ટર અમિત સાધ અને 'રાગિણી એમએમએસ' ફેઇમ રાજ કુમાર યાદવ સાથે સ્ક્રીન શેર કરશે.