Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 06:59:40 AM IST
 

બિપાશા કહે છે I am single

May 05, 2012 Supplements > City Life
 
comment     E-Mail     Print    
 
Viewed: 556
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ : ૫ મે ૨૦૧૨

જ્હોન અબ્રાહમ સાથે બ્રેક અપ થયા પછી બિપાશા બાસુનું નામ અવારનવાર તેના કો-સ્ટાર્સ સાથે જોડી દેવામાં આવે છે. આ મુદ્દે બિપાશા કહે છે કે, “મારા અંગત જીવનને લઇને ફેલાવવામાં આવતી આ પ્રકારની અફવાઓથી હું થાકી ગઇ છું.

આ અંગે તેણે ટ્વિટ કર્યું હતું કે, ઘણાં લાંબા સમયથી મારું નામ કેટલાક લોકો સાથે જોડવામાં આવી રહ્યું છે. પહેલાં ડેટિંગ, પછી બ્રેક અપ અને ફરી એકવાર પેચ અપ, લગ્ન વગેરેને લઇને સતત અફવાઓ ઉડાવાય છે. મારું માનો, આવું કશું જ મારા જીવનમાં થયું નથી.

બિપાશા હાલ તેની ઇન્ટરનેશનલ ફિલ્મ 'સિન્ગ્યુલારિટી'ના વર્લ્ડ વાઇડ રિલીઝની રાહ જોઇ રહી છે. બિપાશા જણાવે છે કે, “જો હું કોઇની સાથે પ્રેમમાં પડીશ તો તે સમાચાર કોઇનાથી પણ નહીં છૂપાવું.

હસમુખી વ્યક્તિ હોવાનો અર્થ અપરિપક્વ નથી થતો. કોઇ વ્યક્તિને મળવું એનો મતલબ ડેટિંગ ન હોય. મને પ્રેમ થશે ત્યારે હું તેને સ્વીકારી લઇશ અને તેને માન આપીને બધાને જણાવીશ. પુરુષ માટે મને આજે પણ માન છે, પણ હજુ સુધી હું કોઇના પ્રેમમાં પડી નથી.

૩૩ વર્ષીય બિપાશાનું નામ 'દમ મારો દમ'ના કો-સ્ટાર રાણા દગ્ગુબાટી સાથે પણ જોડાયું હતું, પરંતુ આ વાતને તે બંનેએ નકારી કાઢી હતી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com