Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 05:02:17 PM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

ખંભાળિયા પંથકમાં રીયલ એસ્ટેટમાં મંદીનો માહોલ, સખત નાણાંભીડ

May 06, 2012 Rajkot > Jamnagar
 
comment     E-Mail     Print    
 
Viewed: 421
Rate: 0
Rating:
Bookmark The Article

ખંભાળિયા, તા.૫

ખંભાળિયા શહેર તથા આજુ બાજુના વિસ્તારોમાં આભને આંબી ગયેલા મિલકતોના ભાવો બાદ હાલ મંદીનો માહોલ સર્જાતા હંમેશા થતા કરોડો રૂપિયાના સોદાઓને સજ્જડ બ્રેક લાગી ગઈ છે.સાથે સાથે રનિંગ કેપીટલની અછતના કારણે અનેક આસામીઓ નાણાંભીડમાં આવી ગયાં છે.

  • જમીન-મકાનના સોદાઓ ઠપ્પ : અનેકની સુથી ડૂલ

ખંભાળિયા શહેરમાં જમીન મકાનના ભાવોમાં છેલ્લા કેટલાક સમય પહેલા એકધારી તેજી સર્જાઈ હતી.હાઈ વે વિસ્તારમાં પ્લોટ વગેરેમાં છેલ્લા એક દોઢ વર્ષથી અવિરત આગ ઝરતી તેજી બાદ હાલમાં મંદીનો માહોલ સર્જાયો છે.થોડા સમયથી તેજીનો પરપોટો ફુટી જતાં આડેધડ મિલકતોની ખરીદી કરનારાઓને હાલ પસ્તાવાનો વારો આવ્યો છે.સખત નાણાભીડના કારણે દસ્તાવેજ સમયે અનેકની સુથી ડુલ થવાની દહેશત દર્શાવાય રહી છે.ઉપરાંત ઉંચા વ્યાજે પૈસા લઈ મિલકતોમાં રોકાણ કરનાર આસામીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયાં છે.

ખંભાળિયા પંથકમાં છેલ્લા ત્રણેક માસથી મંદીના મોજાએ રીયલ એસ્ટેટ સહિત અન્ય ધંધાને પણ અસર કરી છે.મંદીના કારણે આવા ધંધાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે.જો કે, જાણકારોના જણાવ્યા મુજબ રીયલ એસ્ટેટમાં સટ્ટાખોરી ચાલી રહી હતી અને તેના કારણે અનેક દલાલો સહિતના લોકો માલામાલ થઈ ગયાં હતાં, પરંતુ હાલની મંદીએ અનેકને કફોડી સ્થિતિમાં મુકી દીધા છે.સાથો સાથ ઘણાં બિલ્ડરો અને દલાલો પણ મંદીની હડફેટે ચડી ગયાં છે. આમાં નાના રોકાણકારો વધુ ભોગ બન્યાનું જણાવાય રહ્યું છે.મોંઘવારી સાથે મંદીની અસર કંઈકને બરબાદ કરી દેશે તેવી ચર્ચા જણકારો કરી રહ્યાં છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com