Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 10:51:17 AM IST
 

દ્વારકામાં મહેલ જેવી હોટેલોમાં ધોળે દિવસે મંડાય છે મહેફિલો

May 06, 2012 Rajkot > Jamnagar
 
comment     E-Mail     Print    
 
Viewed: 481
Rate: 0
Rating:
Bookmark The Article

જામનગર તા.પ :

દ્વારકાની નામાંકીત હોટેલોમાં તગડું ભાડુ વસુલીને ધોળા દિવસે મહેફિલો તેમજ ક્રિકેટનો સટ્ટો રમવાની વ્યવસ્થા કરી અપાતી હોવાની હકિકતો ચર્ચામાં આવી છે. ઉપર સુધી છેડા ધરાવતા કેટલાંક હોટલ સંચાલકો દ્વારા કલાક દીઠ ભાડુ વસુલીને ગ્રાહકને તમામ પ્રકારની સવલતો આપતી હોવાનું સામે આવ્યું છે. દ્વારકા શહેરના મહેલ જેવી એક હોટેલમાં એક વ્યકિત દીઠ ત્રણ કલાકના રૂ.૧પ૦૦ જેટલુ તગડુ ભાડુ વસુલી રાજાની જેમ સાચવવામાં આવે છે. આ ત્રણ કલાકની બાદશાહત દરમિયાન ગ્રાહક રાજાને બે પેગ કેફી પીણુ પીરસવા સાથે જે કરવું હોય તે કરવા દેવાની સવલત આપવામાં આવતી હોવાનું જાણવા મળેલ છે. વિશેષ કરીને હાલ જે આઈપીએલની મેચો રમાઈ રહી છે, તેમાં સટ્ટાકીય પ્રવૃતિ કરવા માટેની ઠંડકભરી સગવડ આપવામાં આવે છે. આવી જ રીતે દ્વારકાની અન્ય જાણીતી હોટેલમાં પોલીસની રેડ નહીં પડે તેવી ખાતરી સાથે મહેફીલની સવલત આપવામાં આવી રહી છે.

  • વ્યકિત દીઠ ત્રણ કલાકનો ચાર્જ રૂ.૧પ૦૦ : ઠંડા રૂમમાં કેફી પદાર્થ સાથે ગમે તે કરવાની છૂટ : પોલીસ પહેરેદારની ભૂમિકામાં

 અનંતકાળથી ચાલી આવતી દારૂ જુગારની રીત રસમને કેટલાક લોકો હાલ હોટેલના સોફિસ્ટીકેટેડ ધંધા હેઠળ પાળીપોષી રહયા છે. પોલીસ સાથેના કહેવાતા સેટીંગવાળી હોટેલોમાં વર્ષભર દિવસ-રાત કોઈપણ સમયે સરળતાથી બેસવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે અને રૂમમાં બેઠા-બેઠા મદિરા-બાઈટીંગ ત્યારપછી પણ જે જોઈતુ હોય તેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતી હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં નવા નિમાયેલા પીઆઈ વનરાજસિંહ વાળાએ શહેરમાંથી દારૂની બદી દુર કરવા કમર કસી છે. જો કે આજે પણ કેટલીક હોટેલના કુલ કુલ કમરાઓમાં બેરોકટોક પ્રવૃતિ ધમધમી રહી છે.

પીઆઈ-પીએસઆઈ તો આવતા અને જતા રહે છે પરંતુ દ્વારકાના આવા કેટલાક નિપુણ હોટેલ સંચાલકો છેક ઉપર સુધીનાઓ સાથે સંબંધ અથવા તો ધંધાકીય સંબંધો ધરાવે છે અને મોટા સાહેબો સુધી ઘરના સંબંધો હોવાના નાતે જરૂર પડયે સ્થાનિક પોલીસ ઉપર ભલામણો કરાવી દેવામાં આવતી હોવાનું પણ જાણવા મળે છે. સાથોસાથ પોલીસ વિભાગ સાથે પણ સુમેળભર્યા સંબંધો વિકસાવી લેવામાં આવતા હોવાથી પહેલા તો સાહેબને ગંધ જ ન આવે અને કોઈક કિસ્સામાં ગંધ આવી પણ જાય તો સાહેબ પહોંચે તે પહેલા તેમના ઈરાદાની વાસ હોટેલ સંચાલક સુધી અગાઉથી પહોંચી જાય છે.

આમ તો અન્ય શહેરોમાં આ પ્રકારના ધંધામાં નાની-મોટી રીકવેસ્ટ રેડનું ચલણ હોય છે. જો કે દ્વારકાની હોટેલો ટુરીસ્ટ સ્પોટ હોવાથી આ નીતિ રીતિ સ્વાભાવિકપણે જ ન પોષાય. એટલે શામ-દામ દંડ-ભેદની નીતિ અપનાવી ખાતાને આ રસમમાં પરાણે જોતરી દેવામાં આવે છે. આખરે પોલીસે પણ તેમની ઉપરથી આવતી ભલામણોને પુરી કરવા આવી હોટેલો સાથે પબ્લીક પાર્ટનરશીપ રાખવી જ પડે છે. દ્વારકાધીશના રહેઠાણમાં આવુ બધુ તો ચાલ્યા કરે....

લાયસન્સ વગરનાં કોણ પુછે ?

દ્વારકામાં એક જ નહીં પુરી ૬પ હોટેલ-રેસ્ટોરન્ટ જરૂરી લાયસન્સ લીધા વીના જ ધમધમી રહી હોવાની યાદી ખુદ નગરપાલિકાએ તૈયાર કરી છે. એટલેકે આવી હોટેલોએ પોલીસ વિભાગનું જરૂરી એનઓસી પણ નહીં જ મેળવ્યુ હોય....તેમ છતાં કોઈ પુછનાર નથી ત્યારે આવી હોટેલોમાં શું ચાલી રહયું છે તે તપાસવાની કોને ફુરસદ હોય એ સમજી શકાય તેવી બાબત છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com