Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 08:44:03 AM IST
 

કિંગફિશરના પાઇલટોની ૯મી મેથી હડતાળ પર જવા ધમકી

May 05, 2012 National
 
Tags:   Kingfisher Airlines employees Striking Negotiates comment     E-Mail     Print    
 
Viewed: 933
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

મુંબઈ, તા. ૫
 
નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા કિંગફિશર આડે વધુ અડચણો આવવાની શક્યતા દેખાઈ રહી છે. મળેલી માહિતી મુજબ પગારની ચુકવણી નહીં થવાના મામલે એક મહિના સુધી શાંતિ જાળવી રાખ્યા બાદ કિંગફિશર એરલાઈન્સના પાઇલટોના એક વર્ગે ધમકી આપી છે કે જો મેનેજમેન્ટ તેમના જાન્યુઆરીના પગારને ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેઓ ૯મી મેથી ફરજ ઉપર હાજર થશે નહીં. પાઇલેટોએ એમ પણ કહ્યું છે કે તેમના પગાર કેરિયરની ચુકવણી કરવા માટે મેનેજમેન્ટને ૩૦મી જૂન સુધીની મહેતલ આપી દીધી છે.
 
પગાર નહીં ચૂકવાતાં પાઇલટો ભારે ખફા
 

 કિંગફિશર એરલાઇન્સના એક વરિષ્ઠ પાઇલોટે દિલ્હીમાં મિટિંગ બાદ જણાવ્યું હતું કે ૯મી મેથી ફરજ પર હાજર નહીં થવાનો અમે નિર્ણય કરી ચૂક્યા છીએ, જો મેનેજમેન્ટ આ પહેલાં જાન્યુઆરી મહિનાનો પગાર આપશે નહીં તો આ સ્થિતિ સર્જાશે. ૩૦મી જૂન સુધી તબક્કાવાર રીતે બાકીનાં નાણાં ચૂકવી દેવા મેનેજમેન્ટને કહેવામાં આવ્યું છે. કિંગફિશર મેનેજમેન્ટને પાઇલેટો દ્વારા આપવામાં આવેલા ચુકવણી કાર્યક્રમ મુજબ તેઓ ફેબ્રુઆરીનો પગાર ૧૬મી મે સુધી માર્ચનો પગાર ૧લી જૂન સુધી, એપ્રિલનો પગાર ૧૬ જૂન સુધી અને મેનો પગાર ૩૦ જૂન સુધી ઇચ્છે છે. કિંગફિશર માટે આ ઘટનાક્રમને ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com