Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 04:44:38 PM IST
 

મહેસાણામાં મહિલાઓએ દેખાવો કર્યા

May 06, 2012 Ahmedabad > Mehsana
 
comment     E-Mail     Print    
 
Viewed: 346
Rate: 0
Rating:
Bookmark The Article

મહેસાણા, તા.૫

ગુજરાત સ્થાપના દિન નિમિત્તે દાહોદમાં યોજાયેલા કાર્યક્રમ પ્રસંગે રજૂઆત કરવા ગયેલાં દાહોદનાં કોંગી મહિલા સાંસદ સાથે પોલીસે કરેલા કથિત હુમલા સંદર્ભે મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિએ વિરોધ નોંધાવ્યો છે. મહિલા કાર્યકરોએ મહેસાણા કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી.

  • દાહોદનાં મહિલા સાંસદના અપમાનનો વિરોધ કર્યા

રાજ્યના સ્થાપના દિનનો કાર્યક્રમ ૧મેના રોજ દાહોદ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે દાહોદના મહિલા કોંગી સાંસદ સભ્ય પ્રભાબેન તાવિયાડ રજૂઆત અર્થે ગયાં હતાં. તે સમયે પોલીસ દ્વારા તેમને રોકી તેમની સાથે અપમાન જનક વ્યવહાર કર્યા હતો. શનિવાર સવારે મહેસાણા તોરણવાળી માતાના ચોકમાંથી રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. આ રેલીમાં જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ડૉ.આશાબેન પટેલ, કોંગ્રેસના અમથીબેન ચૌધરી, ગીતાબેન પટેલ, જાગૃતિબેન રાવ, કાશ્મીરાબેન હરડે સહિત મહિલા કાર્યકરો જોડાયાં હતાં.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com