Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 06:25:58 AM IST
 

માઝા મૂકતી મોંઘવારી વચ્ચે મસાલાના ભાવોમાં ઘટાડો !

May 06, 2012 Ahmedabad > Sabarkantha
 
comment     E-Mail     Print    
 
Viewed: 341
Rate: 0
Rating:
Bookmark The Article

મોડાસા,તા.૫

અસહ્ય માઝા મૂકતી મોંઘવારી વચ્ચે ન માની શકાય તેવી બજારમાં જોવા મળતી વાસ્તવિકતા મુજબ ચાલુ વર્ષે મસાલા બજારમાં મરચા,હળદર જેવી મુખ્ય વપરાશી ચીજ વસ્તુઓમાં ૩૦ ટકાથી માંડી પ૦ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.એક તરફ દુધથી માંડી ડીઝલના ભાવોમાં સતત વધારો નોંધાઈ રહયો છે.ત્યારે રસોડા નો સ્વાદ મોંઘવારીથી કડવો ન બને તેવા સારા સમાચાર મુજબ મસાલામાં મુખ્ય વપરાતી મરચા, હળદર,ધાણી જેવી ચીજોમાં ભાવ ગત વર્ષની સરખામણીમાં ઘટયા છે.જયારે રાઈના ભાવમાં ૪૦ થી પ૦ ટકાનો વધારો જોવા મળ્યો હતો.

  • મરચામાં ૩૦ ટકા અને હળદરમાં પ૦ ટકાનો સરેરાશ ઘટાડો

મોડાસા ખાતે અન્નપૂર્ણા કીરાણાના વેપારી સુરેશભાઈ શાહ અને ગોકુલ કીરાણાના અરવિંદભાઈ શાહના જણાવ્યા મુજબ ગત વર્ષની સરખામણીએ મરચાના ભાવમાં ૩૦ થી ૩પ ટકા,હળદરના ભાવમાં ૪પથી પ૦ ટકા જયારે ધાણીના ભાવમાં રપ થી ૩૦ ટકાનો ભાવ ઘટાડો બજારમાં નોંધાયો હતો.ગુજરાત કરીણાના યુસુફભાઈ મેમણના જણાવ્યા મુજબ ગત વર્ષે મરચાનું માર્કેટ ૧૦૦થી માંડી ગુણવત્તા મુજબ ૧૪૦એ રહયું હતું.ત્યારે ચાલુ વર્ષે મરચાનો વિવિધ જાતોનો ભાવ ૭૦ થી ૧૧૦ જયારે હળદરનો ભાવ ગત વર્ષના ૧ર૦ રૂપિયા ભાવના સ્થાને ૭૦ થી ૮પ સુધીના ભાવે અને સારી કવોલીટીની હળદરમાં ર૦૦-રપ૦ ભાવને બદલે ૧૦૦-૧૧૦માં વેચાઈ રહી છે.તેજ રીતે ગરમ મસાલાનું મુખ્ય અંગ ધાણીના ભાવમાં પણ ૩પ થી ૪૦ ટકાનો ઘટાડો જણાયો છે.ગત વર્ષે ધાણી ૧ર૦ રૂપિયાના ભાવે વેચાતી હતી.જયારે ચાલુ વર્ષે આજ ધાણી ૭૦ થી ૮૦ રૂપિયાના ભાવે ધૂમ વેચાઈ રહી છે. જયારે ખૂબ જ પગાર વધારા બાદ માથુ ઉંચકી રહેલી મોંઘવારીએ તમામ ચીજ વસ્તુઓ,આવશ્યક વસ્તુઓથી માંડી દવા,લક્ઝરી વસ્તુઓને પોતાના પાશમાં ઝકડી લીધી છે.ત્યારે મસાલા માર્કેટમાં જરૂરી ચીજ વસ્તુઓઓના ભાવોમાં ઘટાડો પ્રજાને થોડીક રાહત માટે પૂરતો બની રહયો છે.મોડાસા કટલરી-કરીયાણા મંડળના અગ્રણી સુરેશભાઈ શાહના જણાવ્યા મુજબ ગત વર્ષનો સારો વરસાદ અને ઉપજ માટેનું અનુકુળ વાતાવરણ મળી રહેતા ચાલુ વર્ષે મરચા,હળદર અને ધાણી જેવા પાકોની ઉપજ વધી છે.જયારે માર્કેટયાર્ડના અગ્રણી વેપારીના જણાવ્યા મુજબ ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે માત્ર તેલ સીવાયની અન્ય કરીયાણાની આઈટમોના ભાવ એકંદરે ઘટયા છે.જે બજાર ઉપર થી વર્તાઈ રહયું છે.ખાંડના ગત વર્ષે ૩પ થી ૪૦ ના ભાવના સ્થાને ચાલુ વર્ષે ખાંડ ૩ર રૂપિયે,ચોખા બાસમતી ૮૦ થી ૯૦ ને બદલે ૬૦ અને જીરાસર ના ભાવોમાં પણ ઘટાડો વર્તાઈ રહયો છે.માત્ર કેટલાક મુઠ્ઠીભર તત્વોના ઈશારે તેલ બજારની પકક્ડના કારણે તેલના ભાવોમાં તોતીગ વધારો નોંધાયો છે.

આમ ચારે તરફની મોંઘવારીથી પીડાતી પ્રજાને થોડી હાર ચાલુ વર્ષે મસાલા બજારમાં પ્રવર્તતા ભાવ ઘટાડા થી થઈ રહી છે અને સરકાર ધારે-ઈચ્છે તો આવી હાશ અન્ય ચીજ વસ્તુઓમાં પણ પ્રજાને પહોંચાડી શકાય તેમ છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com