Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 02:52:54 AM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

ત્રાસવાદી હુમલાનાં ષડયંત્રમાં ગુજરાત કનેક્શન: આ પાંચ શખ્સો છે હુમલાની તૈયારીમાં

May 06, 2012 Ahmedabad > Ahmedabad City
 
comment     E-Mail     Print    
 
Viewed: 4696
Rate: 1.0
Rating:
Bookmark The Article

અમદાવાદ, તા.૫

લશ્કર-એ-તોયબાએ આયોજન કરેલા ત્રાસવાદી હુમલાના ષડયંત્રમાં ગુજરાત કનેકશન ખૂલતા રાજ્યનું પોલીસતંત્ર ચોંકી ઉઠયું છે. અમદાવાદ અને જામનગરમાં ત્રાસવાદી હુમલાની ભીતિ વ્યકત કરતા સેન્ટ્રલ આઈ.બી.એ આપેલી થ્રેટ એલર્ટમાં પાંચ શકમંદોના ફોટા અને ગુજરાતના એક ડ્રાઈવીંગ લાઈસન્સની કોપી ગુજરાત પોલીસને મોકલવામાં આવી છે.

  • સેન્ટ્રલ આઈ.બી.એ પાંચ શકમંદોના ફોટા પોલીસને સોંપ્યા
  • સાબરકાંઠાથી કરાયેલો ઈ-મેઈલ ઈન્ટરસેપ્ટ કરતાં ષડયંત્રનો ઘટસ્ફોટ
  • ઈન્ટરનેટ માટે આઈ.ડી. પ્રૂફ તરીકે રાજકોટ ગ્રામ્યના યુવકના લાઈસન્સનો ઉપયોગ, યુવકની અટકાયત

સાબરકાંઠાથી સાંકેતિક ભાષામાં થયેલા એક ઈ-મેઈલને સેન્ટ્રલ આઈ.બી.એ ઈન્ટરસેપ્ટ કરતા ત્રાસવાદી હુમલાના આયોજનના ષડયંત્રનો ઘટસ્ફોટ થયો હોવાનું મનાઈ રહ્યું છે. બીજીબાજુ સાબરકાંઠાના જે સાયબર કાફેમાથી ઈ-મેઈલ કરવામાં આવ્યો હોવાનું મનાય છે ત્યાં આઈ.ડી.પ્રૂફ તરીકે જે ડ્રાઈવિંગ લાઈસન્સનો ઉપયોગ કરાયો છે.

 તે રાજકોટ ગ્રામ્યના માળિયા-જેસાપર ખાતે રહેતા ટ્રક ડ્રાઈવરનું હોવાનું પોલીસતપાસમાં ખૂલ્યું છે. આ ટ્રક ડ્રાઈવર યુવકની અટકાયત કરી પૂછપરછ કરતા કોઈ ફળદાયી વિગતો પોલીસને મળી નથી. યુવક પોતે નિર્દોષ હોવાની કેફીયત પોલીસ સમક્ષ રજૂ કરી રહ્યો છે.

આ પાંચ શખ્સો છે હુમલાની તૈયારીમાં

સેન્ટ્રલ આઈ.બીએ જે પાંચ શકમંદોના ફોટા ગુજરાત પોલીસને આપ્યા છે તે શખશો હુમલાની તૈયારી કરી રહ્યાં હોવાનું ઉચ્ચસુત્રોએ જણાવ્યું છે. જેથી ગુજરાત પોલીસ દ્વારા આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શંકાસ્પદ વ્યકિતઓ પર વોચ ગોઠવી છે. બીજીબાજુ સાબરમતી જેલમાં કારાવાસ ભોગવી રહેલા અને બોમ્બ વિસ્ફોટમાં પકડાયેલા ઈન્ડિયન મુજાહુદ્દીનના સભ્યોની હિલચાલ પર ખાસ વોચ ગોઠવાઈ છે.

ત્રાસવાદ મામલે રાજ્યોને મનાવવામાં વડાપ્રધાન નિષ્ફળ

એનસીટીસી સામે દસ રાજ્યોનો વિરોધ

એક તરફ ત્રાસવાદી હુમલાના ષડયંત્રમાં ગુજરાત કનેક્શનનો પર્દાફાશ થઈ રહ્યો છે ત્યારે વિવાદાસ્પદ નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરનો રાજ્યો દ્વારા વિરોધ થઈ રહ્યો છે.શાસક યુપીએના સાથી પક્ષો તથા ભાજપ શાસિત ૧૦ રાજ્યોએ એનસીટીસી સામે વિરોધ નોંધાવ્યો છે.  

ડે એન્ડ નાઈટ કોમ્બિંગના આદેશ

રથયાત્રાને દોઢ જ મહિનો બાકી છે ત્યારે ત્રાસવાદી હુમલાની ભીતિ વ્યકત કરતા મળેલા સંદેશાને પગલે અમદાવાદ પોલીસતંત્ર એલર્ટ કરી દેવાયું છે. ગઈકાલથી શહેરની તમામ પોલીસ સહિત ક્રાઈમબ્રાંચ અને એટીએસને ડે એન્ડ નાઈટ કોમ્બીંગના આદેશ જારી કરાયા છે. બીજી બાજુ શંકાસ્પદ તત્વોના ફોન પણ ઈન્ટરસેપ્શનમાં મૂકી દેવાયા છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com