નવી દિલ્હી, તા. 6
તાજેતરમાં જ કરવામાં આવેલા રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દરરોજ સવારમાં જોગિંગથી આયુષ્યમાં પાંચ વર્ષનો ઉમેરો કરી શકાય છે. યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજીના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નિયમિત રીતે જોગિંગથી પુરુષોની લાઇફ ૬.૨ વર્ષ સુધી જ્યારે મહિલાઓની લાઇફમાં દરરોજ જોગિંગથી ૫.૬ વર્ષનો વધારો થાય છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સરેરાશ ગતિથી દોડવાથી અથવા તો ધીમી ગતિથી ચાલવાથી પણ ફાયદો મળે છે. જોગિંગથી ઓક્સિજન લેવાનું પ્રમાણ પણ વધી જાય છે, સાથે સાથે શરીરમાં બ્લડપ્રેશર પણ નિયમિત રીતે રહે છે. કાર્ડિયાક કામગીરીમાં પણ સુધારો થાય છે. રોગપ્રતિકાર શક્તિમાં પણ વધારો થાય છે. હાડકાં પણ મજબૂત બને છે. કોપનહેગન સિટી હાર્ટના અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે નિયમિતપણે જોગિંગથી ફાયદો થાય છે. નિયમિતપણે જોગિંગ કરનાર લોકોમાં નિયમિત જોગિંગ નહિ કરતાં વહેલાં મૃત્યુનું જોખમ ઓછું છે.
તારણોમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય લોકો પણ આધુનિક સમયમાં જાગૃત થયાં છે. પ્રતિદિન ૫-૬ કલાક વોકિંગથી ફાયદો થાય છે. ડાયાબિટીસનાં તમામ જોખમી પરિબળો પણ કસરતથી અંકુશમાં આવે છે. ડાયાબિટીસ, સ્થૂળતા, હાઈપરટેન્શનનાં જોખમી પરિબળોને પણ કાબૂમાં લઈ શકાય છે.