વૉશિંગ્ટન, તા. 06
કૅન્સરની સારવારની દિશામાં એક મહત્વની સફળતા વૈજ્ઞાનિકોને મળી છે. તેમનો દાવો છે કે તેમને એક નવો જિનેટિક પાથ વેની ઓળખ કરી છે જે શરીરમાં કૅન્સરનાં સેલ ફેલાવવા માટે જવાબદાર છે. કેનેડા સ્થિત લૉસન હેલ્થ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની એક ટીમે આ નવું રિસર્ચ કર્યું છે.
આ રીતે કર્યું સંશોધન-
મૉલિક્યુલર સેલ જર્નલની રિપોર્ટ પ્રમાણે તબીબ જોસફ ટોર્શિયાની આગેવાનીમાં આ ટીમે આ રિસર્ચ કર્યુ. રિસર્ચમાં તેમને ટ્રાન્સફોર્મિંગ ગ્રોથ ફેકટર બીટાનામના એક હોર્મોન અને ડીએનએ મિથાઈલેશન પર થનારી અસરનો અભ્યાસ કર્યો. આ કામ માટે જિનેટિક સીકવેસિંગનો સહારો લેવામાં આવ્યો હતો.
ડીએનએ મિથાઈલેશન-
શરીરમાં રેગ્યુલર સેલ ડિવિઝનનું નિયંત્રણ મિથાઈલેશન દ્વારા થતું હોય છે. આ રાસાયણિક ફેરફારોની એક પૂરી શ્રેણી હોય છે. મિથાઈલેશ ડીએનએને એ રીતે મોડિફાઈ કરે છે, જેથી કરીને એ નક્કી થઈ શકે કે સેલ યોગ્ય રીતે અને સંમતોલન રેટથી ડિવાઈડ થયા છે. કૅન્સરમાં મિથાઈલેશની આ પ્રક્રિયા ખોરવાઈ જાય છે અને સેલ ઠીકથી ડિવાઈડ નથી થતા.
પરિણામોએ આપ્યો ભરોસો-
આ સંશોધનમાં જોવામાં આવ્યું કે ડીજીએફ બીટા જ્યારે કોઈ સેલના સંપર્કમાં આવે છે તો આ એ જીનને સક્રિય કરી નાંખે છે, જે ટ્યૂમર થવાથી રોકે છે. આનાથી સેલનું ડિવિઝન રોકાઈ જાય છે અને કૅન્સર સમાપ્ત થઈ જાય છે.