વડોદરા, તા. 06
ગુજરાત સ્થાપના દિને દાહોદમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં કોંગ્રેસના મહિલા સાંસદ પ્રભાબેન તાવિયાડ સાથે ગેરવર્તનનો કિસ્સો સંસદમાં ચમક્યા પછી ગુજરાત પોલીસ એકશનમાં આવી છે. અને વીડિયોગ્રાફી નીહાળ્યા બાદ પ્રભાબેન તાવિયાડ સાથે ગેરવર્તાવ કરનાર ચાર મહિલા કૉન્સટેબલને સસ્પેન્ડ કરવા ડીઆઈજીએ સુરત પોલીસ કમિશનર અને એસઆરપીના કમાન્ડરને પત્ર લખીને આદેશ આપ્યો છે.
આ કિસ્સાની તપાસમાં સુરત પોલીસની બે મહિલા કૉન્સ્ટેબલ અને સૌરાષ્ટ્ર વિસ્તારની એસઆરપી ગ્રૂપની બે મહિલા કૉન્સ્ટેબલોએ ગેરવર્તાવ કર્યો હોવાનું જણાઈ આવ્યું હતું.