મુંબઈ 6, મે
મુંબઈએ ટોસ જીતી ચેન્નઈને આપેલી બેટીંગ સ્વીકારી ચેન્નઈ 20 ઓવરમાં 8 વિકેટના નુકશાને 173 રન બનાવ્યા. જ્યારે મુંબઈ ચેન્નઈએ આપેલા ધરખમ 174 રનના ટાર્ગેટનો પીછો કરી 20 ઓવરમાં 8 વિકેટના નુકશાને 174 રન બનાવી ચેન્નઈને ચકમો આપી શાનદાર રીતે વિજયી બન્યું હતું
આઈપીએલ-5ની 49મી મેચમાં મુંબઈ ઈંડિયન્સે ટોસ જીતી પ્રથમ બોલીંગ કરવોનો નિર્ણય લઈને ચેન્નઈને બેટીંગ સોપી. આજની બંન્ને હરીફ ટીમો પોતપોતાના વિજયને અકબંધ રાખવા માટે આકાશ પાતાળ એક કરી મોટો સ્કોર બનાવવાની કોશીશ કરશે, બંન્ને ટીમો માટે હવેની મેચો નોકઆઉટની રેસમાં ટકી રહેવા જીતવી જરૂરી છે.
આજનો મુકાબલો રસાકસી ભર્યો રહેશે તેવું અનુમાન લગાવી શકાય. કારણ કે, મુંબઈ 10 મેચો રમી 12 પોઈંન્ટ સાથે ત્રીજા સ્થાને છે જ્યારે ચેન્નઈ 11 મેચો રમી 11 પોઈંન્ટ સાથે ચોથા સ્થાને છે.મુંબઈએ પાછલી મેચમાં પૂણે વોરીયર્સને એક રને હરાવી રોમાંચક વિજય મેળવ્યો હતો જ્યારે ચેન્નઈએ ડેક્કન ચાર્જર્સને 10 રને હરાવ્યું હતું. બંન્ને ટીમો અત્યારે શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. એટલે આજે દર્શકોને શાનદાર રોમાંચક મુકાબલો જોવા મળશે