Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 05:36:56 AM IST
 

જો તમારી કારને આવા રંગના કાચ હોય તો આ વાંચવું જ રહ્યું

May 06, 2012 Offbeat
 
Tags:   Lifestyle Supreme court of india Car Black film Penalty comment     E-Mail     Print    
 
Viewed: 3027
Rate: 0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, તા. 06

જો તમારી પોતાના માનીતી કારને જો કાળા રંગની ફિલ્મ લાગી હોય તો તેને તરત ઊતારી નાંખજો કારણ કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દિલ્હી ટ્રાફિક પોલીસે તેવા વાહનો વિરુદ્ધ એક ખાસ અભિયાન ચાલુ કર્યું છે. જે કારના કાચ કાળા રંગના હોય.

પોલીસનું કહેવું છે કે આ અભિયાન અંતર્ગત ટ્રાફિક પોલીસની આશરે 50 ટીમો રાજમાર્ગ પર નજરે પડશે, આ વખતે કાચ પર 75 ટકા વિઝિબિલિટીનું બહાનું નહીં ચાલે.
જાણકાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હીના મોટાભાગના વાહનચાલકોને ભ્રમ છે કે વાહનોને આગળના અને પાછળના કાચ પર 75 ટકા અને દરવાજા પર 50 ટકા વિઝિબિલિટીની ફિલ્મ લગાવવી કાયદાકીય રીતે યોગ્ય છે.

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં આ વાત સાફ કરી છે કે ભલે તે ખાનગી કાર હોય કે સરકારી, કાચ પર ચઢાવેલ ફિલ્મને સંપૂર્ણ રીતે ગેરકાયેસર માનવામાં આવશે. કોર્ટે એવો પણ આદેશ કર્યો છે કે દોષી ચાલકોને દંડ સિવાય સ્થળ પર જ તેના વાહનોને કાચની ફિલ્મ ઊતારવાની વ્યવસ્થા કરવામાં આવશે અને જો આ અંગે ચાલક વિરોધ કરશે તો તેનું વાહન જપ્ત કરી લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં આશરે 20 લાખથી વધુ ખાનગી વાહનોનાં કાચ પર કાલા રંગની ફિલ્મ લાગેલ છે સાથે દરરોજ મોટી સંક્યમાં આવા વાહનો પાડોશી રાજ્યોથી દિલ્હીમાં દાખલ થતા હોય છે.

પરિવહન પોલી,ની 50 ટીમો માટે પ્રતિબંધ લગાવવો મોટો પડકાર સાબિત થશે. આ સિવાય દિલ્હીમાં મોટી સંખ્યામાં સરકારી અને વીવીઆઈપી વાહન પણ ચે, જેની પર કાળા રંગની ફિલ્મ લાગી છે. પોલીસ સરકારી વાહનોને દંડ કાપીને ભલે તેની પ્રત્યે કડક વ્યવહાર દાખવે, પરંતુ શું દિલ્હી પરિવહન પોલીસ વવીઆઈપી, નોકરશાહો અને રાજનેતાઓના વાહનોથી કાળા રંગની ફિલ્મ ઊતરાવી શકશે.?


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com